વર્ષ 2016નું પુનરાવર્તન થશે ..? / અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાંથી નીતિન પટેલનું પત્તુ કપાઈ ચુક્યું છે, આ વખતે શું થશે ?

જ્યારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું, ત્યારે પણ નીતિનભાઈનું નામ ચર્ચામાં હતું. પરંતુ મુખ્યમંત્રી પદનો તાજ વિજયભાઈ રૂપાણીના માથે પહેરાવવામાં આવ્યો હતો.

ગુજરાતમાં અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાં નીતિન પટેલનું નામ ઝળક્યું છે. પરંતુ નીતિનભાઈ માટે મોઢા સુધી આવેલો કોળીયો જાણે છીનવાઈ ગયાનો ઘાટ સર્જાયો છે. વર્ષ 2016 માં, નીતિનભાઈનું નામ ખૂબ જ ઉત્સાહભેર CM પદની રેસમાં લેવામાં આવી રહ્યું હતું. તેમણે ઇન્ટરવ્યુ આપવાનું પણ શરૂ કર્યું, પરંતુ સાંજ સુધમાં તેમની મંશા ઉપર પાણી ફરી વળ્યું હતું. જ્યારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે નામ બીજા કોઈનું જ જાહેર કરવામાં આવ્યું હતું.

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રીના નામ પર ગુજરાતમાં ચર્ચાઓ શરૂ થઈ અને આ વખતે પણ નીતિન પટેલ રાજ્યના ટોચના પદ માટે અગ્રેસર છે. આવો જ એક પ્રસંગ લગભગ 5 વર્ષ પહેલા આવ્યો હતો જ્યારે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડ્યું હતું, ત્યારે પણ નીતિનભાઈનું નામ CM પદની રેસમાં ચર્ચામાં હતું. પરંતુ મુખ્યમંત્રી પદનો તાજ વિજયભાઈ રૂપાણીના માથે પહેરાવવામાં આવ્યો હતો.

anandiben

1 ઓગસ્ટ 2016 ના રોજ, આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી અને 4 ઓગસ્ટના રોજ પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારબાદ રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ભારતીય જનતા પાર્ટીમાં બેઠકોનો રાઉન્ડ શરૂ થયો. અને નીતિન પટેલનું નામ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચામાં આવ્યું હતું.

નવા મુખ્યમંત્રી વિશે પાર્ટીમાં ચર્ચા ચાલી રહી હતી, નીતિન પટેલ લાંબા સમયથી મુખ્યમંત્રીની રેસમાં મોખરે હતા. પાર્ટી હાઇકમાન્ડે નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને નિરીક્ષક તરીકે ગુજરાત મોકલ્યા.

નીતિન પટેલ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બાદ રાજ્યના બીજા નેતા હતા. અને તેનું નામ મોખરે ચાલી રહ્યું હતું. નામ જાહેર થાય તે પહેલા જ નીતિન પટેલે ટીવી ચેનલોમાં ઇન્ટરવ્યુ આપવાનું શરૂ કર્યું અને અભિનંદન સ્વીકારવાનું શરૂ કર્યું. અહીં તેણે પોતાનો એજન્ડા વ્યક્ત કરવાનું પણ શરૂ કર્યું. પરંતુ સાંજના સુધીમાં તેમને મોટો વજ્રઘાત લાગ્યો જ્યારે આગામી મુખ્યમંત્રી તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી.

એવું નથી કે નીતિન પટેલનું નામ પહેલી વખત મુખ્યમંત્રીની રેસમાંથી કાપવામાં આવ્યું હતું. અગાઉ, 2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ, તેમને રાજ્યમાં મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા. તેમણે પોતે પણ સ્વીકાર્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. પરંતુ બાદમાં આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પછી તેમને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે સંતોષ માનવો પડ્યો અને વિજય રૂપાણીના સમયગાળામાં પણ તેઓ નાયબ મુખ્યમંત્રી રહ્યા. જોકે, 2016 માં રૂપાણી પાર્ટી હાઇકમાન્ડની પસંદગી હતા જ્યારે નીતિન પટેલ આનંદીબેનની નજીક હતા.

News / અડધી પીચે રમવા આવેલા વિજય રૂપાણીના રાજીનામાં પાછળના શું છે મુખ્ય કારણો?

પ્રતિક્રિયા / વિજયભાઈનું રાજીનામુ લેવાથી સરકાર પોતાની નિષ્ફળતા નહીં છુપાવી શકે : અમિત ચાવડા

ગુજરાત રાજકીય / ભાજપે બોલાવી ધારાસભ્યની બેઠક બોલાવી, કોણ બનશે ગુજરાતના નવા નાથ ?


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment