ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક ચોકવાનારી ઘટના સામે આવી છે. આ ઘટના તમને પણ ચોકાવી દેશે. કારણ કે આવી ઘટના તમે ભાગ્યે જ જોઇ હશે કે સાંભળી હશે. એક ભાઇ તેની બેનના લગ્નમાં તેને ભેટ આપવા માંગતો હતો. આ બાબત તેની પત્નીને ખબર પડતા તેના સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પત્નીએ
તેના પિયરમાંથી ભાઇઓને બોલાવ્યા હતા. તેના ભાઇઓ આવીને તેના પતિને ઢોર માર માર્યો હતો અને તે મૃ્ત્યુ પામ્યો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આઇપીસી સબંધીત કલમના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી.
બારાબંકી જિલ્લાના ઝારસાવા ગામમાં રહેતા ચંદ્રપ્રકાશ મિશ્રાની બેનના લગ્ન હતા. તે તેની બહેનના લગ્નમાં તેની LCD ટીવી અને સોનાની વીટી આપવા માંગતો હતો. આ વાત તેની પત્ની ક્ષમા મિશ્રાને ખબર પડતા તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ તેને ભાઇઓને બોલાવ્યા હતા , થોડા જ સમયમાં તેના ભાઇઓ આવીને ચંદ્ર પ્રકાશ સાથે ઝગડો કર્યો હતો.
ક્ષમા મિશ્રાના ભાઇઓ આવીને તેના પતિને ઢોર માર માર્યો હતો , અને તે ખૂબ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જતા હતા. ત્યારે સ્તામાં જ તેનુ મૃત્યુ થયુ હતુ.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેની મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાંચ આરોપી સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.
ફતેપુર પોલીસ ચોકીના CO બીનૂ સિંહે જણાવ્યુ હતુ કે ચંદ્રપ્રકાશ મિશ્રાની બહેનના 26 એપ્રિલે લગ્ન હતા. અને તે તેની બહેનને ભેટમાં LCD ટીવી અને સોનાની વીટી આપવા માંગતો હતો. આ બાબત તેની પત્ની ક્ષમા મિશ્રાને ખબર પડતા તેનો વિરોધ કર્યો હતો અને તેના પરિવારને જાણ કરી હતી . ક્ષમાના ભાઇઓ આવીને ચંદ્ર પ્રકાશ સાથે ઝઘડો કર્યો હતો જ્યારે ચંદ્ર પ્રકાશે આ મામલે ક્ષમાના સંબંધીઓની દખલગીરી અંગે સવાલ કર્યા ત્યારે તેને લાકડીઓથી ખૂબ માર મારવામાં આવ્યો હતો..જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ લઇ જતા તેનું મૃ્ત્યુ થયુ હતુ.
આ પણ વાંચો:એપલનું ભારતમાં લાખો લોકોને ઊંચા પગારની નોકરી આપવાનું આયોજન
આ પણ વાંચો:ભારતમાં ગૂગલ પે પછી હવે આવશે ગૂગલ વોલેટ
આ પણ વાંચો:ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં છેતરપિંડી અટકાવવા OTP એલર્ટ સિસ્ટમ બનશે મદદરૂપ