Not Set/ પાકિસ્તાનના સુપ્રસિદ્ધ કોમેડિયન ઉમર શરીફની તબિયત ગંભીર, પત્નીએ PMO ને કરી આ અપીલ

66 વર્ષીય ઉમર શરીફ ઉપખંડના જાણીતા કલાકાર અને નિર્માતા છે. હાલમાં તે કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ગયા વર્ષે તેમની હાર્ટ બાયપાસ સર્જરી…

Trending Entertainment
ઉમર શરીફ

પાકિસ્તાનના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને ટેલિવિઝન વ્યક્તિત્વ ઉમર શરીફ ગંભીર રીતે બીમાર છે. તેમના પરિવારે શનિવારે કહ્યું કે તેઓએ શરીફને સારવાર માટે અમેરિકા લઈ જવાની વ્યવસ્થા કરવા માટે વડાપ્રધાન કાર્યાલયને વિનંતી કરી છે. 66 વર્ષીય ઉમર શરીફ ઉપખંડના જાણીતા કલાકાર અને નિર્માતા છે. હાલમાં તે કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ગયા વર્ષે તેમની હાર્ટ બાયપાસ સર્જરી થઈ હતી અને ત્યારથી તેમની તબિયત યાદશક્તિ ગુમાવવા સહિત કથળી રહી છે.

આ પણ વાંચો :શાહીર શેખ અને રૂચિકા કપૂરના ઘરે લક્ષ્મી પધાર્યા, રૂચિકાએ દીકરીને જન્મ આપ્યો

તેમની પત્ની ઝરીને જણાવ્યું હતું કે, “તે વ્હીલચેર સુધી મર્યાદિત છે અને યુ.એસ. માં વિશેષ તબીબો પાસેથી તાત્કાલિક સારવારની જરૂર છે. જો તે અમેરિકા ન જઈ શકે તો તેના હૃદયનું ઓપરેશન અહીં કરવું પડશે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ઉમર શરીફ અને તેના પરિવાર માટે લોકો દ્વારા મેસેજ કરીને ટેકો આપવામાં આવી રહ્યો છે. વ્હીલચેર પર બેઠેલા ઉમર શરીફના કેટલાક ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વીડિયો અને ફોટા સામે આવ્યા બાદ સિંધ પ્રાંતના ગવર્નર ઇમરાન ઇસ્માઇલ અને મંત્રી ફવાદ ચૌધરી ઓમર શરીફની હાલત જાણવા હોસ્પિટલ ગયા અને તેમના પરિવારને મળ્યા. તેમણે ઉમર શરીફની પત્નીને આશ્વાસન આપ્યું છે કે તેઓ ઉમર શરીફને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરશે.

આ પણ વાંચો : ટોલીવુડ અભિનેતા સાઈ ધરમ તેજનો થયો બાઇક અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

 એવું કહેવાય છે કે જ્યારે તેમની પુત્રી હીરાનું નિધન થયું ત્યારથી ઉમર શરીફની હાલત ખરાબ થવા લાગી. હીરાની નાની ઉમરે નિધન થયું હતું. તે ઘણા રોગો સામે લડી રહી હતી. હીરાનું ગયા વર્ષે નિધન થયું હતું.

આપને જણાવી દઈએ કે ઉમર શરીફે પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટેન્ડઅપ કોમેડીથી કરી હતી જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા. તેમણે 1980, 1990 અને 2000 ના દાયકામાં ભારે લોકપ્રિયતા મેળવી. 1992 માં ફિલ્મ મિસ્ટર 420 માટે તેમને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ નિર્દેશકનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

આ પણ વાંચો :પરિવાર સાથે લંડન જવા રવાના થયો અક્ષય કુમાર,ચહેરા પાર ઉદાસીનતા જોવા મળી

આ પણ વાંચો :અજય દેવગણથી લઈને માધુરી દીક્ષિત સુધીના સેલિબ્રિટીએ ખાસ અંદાજમાં ફેન્સને પાઠવી શુભેચ્છાઓ!

આ પણ વાંચો :સૌરવ ગાંગુલીની બાયોપિકની કરાઈ ઘોષણા, ફેન્સ જોઈ શકશે દાદાની જિંદગીની સફર