બોલીવુડ અને ટેલીવુડ માં હાલ બેબી શાવર કે બાળકનો જન્મ એવો જ માહોલ જોવા અમલી રહ્યો છે . ત્યારે તાજેતર માં જ ટીવી અભિનેતા શાહીર શેખ અને તેની પત્ની રૂચિકા કપૂર તેમના પ્રથમ બાળકના માતાપિતા બન્યા છે. દંપતીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. તાજેતરમાં, દંપતીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે બેબી શાવરની તસવીરો શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી.
રુચિકાએ શુક્રવારે પુત્રીને જન્મ આપ્યો હતો. જો કે, પ્રખ્યાત ટીવી શો ‘મહાભારત’ માં પોતાની ભૂમિકા માટે જાણીતા શાહિરે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબર હજુ સુધી શેર કરી નથી. ‘યે રિશ્તે હૈં પ્યાર કે’ સ્ટારે નવેમ્બર 2020 માં રૂચિકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ દંપતીએ જમ્મુમાં તેમના નજીકના લોકો માટે પાર્ટી રાખવાની હતી, પરંતુ તેઓએ કોરોના રોગચાળાને કારણે આ કાર્યક્રમ રદ કર્યો.
https://www.instagram.com/p/CLRRbMeg9sl/?utm_source=ig_embed&ig_rid=1db11fd8-2517-409a-abdb-ad0047380b6a
તાજેતરમાં, રુચિકા કપૂરે બેબી શાવર સમારોહ યોજ્યો હતો. તેમની બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો તેના મિત્ર અને બાલા ટેલિફિલ્મના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ તનુશ્રી દાસગુપ્તાએ ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. બેબી શાવર સેરેમનીમાં રૂચિકા કપૂર ખૂબ જ ખુશ દેખાતી હતી. તેણે તેના મિત્ર સાથે ખૂબ આનંદ માણ્યો.
https://www.instagram.com/reel/CS96NFkAhUg/?utm_source=ig_embed&ig_rid=23e08eb7-b79f-40b4-8343-d24e2f4d900d
અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા સહિત ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે તેના બેબી શાવરમાં હાજરી આપી હતી. રુચિકા કપૂરે બેબી શાવરમાં કેક પણ કાપી હતી. તેણે મરૂન કલરનો ગાઉન પહેર્યો હતો. સમારોહ દરમિયાન તેણી તેના બેબી બમ્પને ફલન્ટ કરતી જોવા મળી હતી.
