Not Set/ એવું તો શું કહ્યું ગીતા કપૂરે કે સાંભળીને શૂટિંગમાં ઉપસ્થિત લોકોની આંખો થઈ ભીની

મુંબઈ ડાન્સનો રિયાલિટી શો સુપર ડાન્સર-૨ની જજ અને કોરિયોગ્રાફર ગીતા માંએ શો દરમિયાન પોતાના અંગત જીવન એવી વાત જણાવી હતી કે જે વાત આજ સુધી ગીતા કપૂરે ક્યારે કોઈ પણ શો દરમિયા નથી કરી. ગીતા માંએ પોતાના અંગત જીવનની વાત શૂટિંગના એપિસોડ દરમિયા દલેર મહેંદી અને મિકાસિંહની ઉપસ્થિતિમાં જણાવી હતી. ગીતા કપૂરે જણાવ્યું કે તે […]

Entertainment

મુંબઈ

ડાન્સનો રિયાલિટી શો સુપર ડાન્સર-૨ની જજ અને કોરિયોગ્રાફર ગીતા માંએ શો દરમિયાન પોતાના અંગત જીવન એવી વાત જણાવી હતી કે જે વાત આજ સુધી ગીતા કપૂરે ક્યારે કોઈ પણ શો દરમિયા નથી કરી. ગીતા માંએ પોતાના અંગત જીવનની વાત શૂટિંગના એપિસોડ દરમિયા દલેર મહેંદી અને મિકાસિંહની ઉપસ્થિતિમાં જણાવી હતી.

ગીતા કપૂરે જણાવ્યું કે તે તેના માતા-પિતાની એક ની એક સંતાન છે અને સાથે એ પણ જણાવ્યું હતું કે તેની માતા ને તેના પહેલા અને પછી સાત કુસુવાવડ થઈ હતી. આ સમય તેના પરિવાર માટે ઘણો કપરો હતો. માટે આજે મારી અને મારી માતા વચ્ચે સંબધ ખુબ જ અતૂટ છે. એટલે જ અમે  એકબીજાને અંગત વાતો શેર કરીએ છીએ. આ વાત સાંભળીને શૂટિંગમાં હાજર રહેનાર બધાની આંખો ભીની થઈ ગઈ હતી. અવારનવાર રડતી જોવા મળતી ગીતા કપૂરની આ વાતે બધાને રડાવી દીધા હતા.