Gujarat/ નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ, પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતમાં

કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી-નરેન્દ્ર સિંહ તોમર રવિવારે ગુજરાતમાં ધારાસભ્ય દળની બેઠક માટે ભાજપના કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગુજરાત પહોંચ્યા..

Top Stories Gujarat Others
પ્રહલાદ જોશી

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાતમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. રવિવારે સવારે વિધાનસભા પક્ષની બેઠક મળી છે. જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર રવિવારે ગુજરાતમાં ધારાસભ્ય દળની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કેન્દ્રીય નિરીક્ષક તરીકે ગુજરાત પહોંચ્યા છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ છે.

આ પણ વાંચો :CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા

ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ઘરે રાજ્યના નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકર અને ભૂપેન્દ્ર યાદવ હાજર છે.

ઉલ્લેખનીય છે કે આજે બપોરે 3 વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે ત્યારે આ બેઠક બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે CMના નામની જાહેરાત કરશે.

આ પણ વાંચો :ગુજરાતનો નાથ કોણ મોટો પ્રશ્ન ? ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું. તેમણે વિધાનસભા ચૂંટણીના 15 મહિના પહેલા રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની 182 બેઠકો માટે ચૂંટણી ડિસેમ્બર 2022 માં યોજાવાની છે.

ભાજપના હાઈકમાન્ડએ મુખ્યપ્રધાનનો ચહેરો નક્કી કરી લીધો છે. પરંતુ ધારાસભ્યોની ઔપચારિક બેઠક બાદ નવું નામ સપાટી પર આવશે. ગુજરાતના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવાના આદેશ આપી દેવાયા છે. આજે ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટીના વિધાનસભા પક્ષના નેતા એટલે કે મુખ્યમંત્રી નક્કી થશે. જે શ્રાદ્ધ પક્ષ પહેલાં શપથ લેશે.

આ પણ વાંચો :અકસ્માતમાં પતિના મોત બાદ આઘાત લાગતા 4 દિવસ બાદ પત્નીનું પણ મોત, બે બાળકો નોંધારા બન્યા

નવા મુખ્યમંત્રી નક્કી કરવા માટે રાતભર કમલમમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘આગામી 24 કલાકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી પદની પસંદગીના નેતાનું ચિત્ર સ્પષ્ટ થશે.

રૂપાણી (65) કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં પદ છોડનારા ચોથા મુખ્યમંત્રી છે. તેમણે ડિસેમ્બર 2017 માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

ભાજપના મહામંત્રી (સંગઠન) બી.એલ. સંતોષ અને ગુજરાત રાજ્ય એકમના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે રૂપાણીના રાજીનામાની જાહેરાત થયા બાદ તરત જ પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો :ગોલ્ડનબ્રિજ હવે વિસરાતા રીક્ષા ચાલકે બનાવ્યો અદભુત વિડીયો… થઈ રહ્યો છે વાયરલ

સીએમ પદની રેસમાં કોણ આગળ છે

ભાજપના આગામી મુખ્યમંત્રી કોણ બનશે, તેનો નિર્ણય માત્ર વિધાનસભા પક્ષની બેઠકમાં થશે, પરંતુ આ માટે રેસમાં ઘણા નામ જણાવવામાં આવી રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રફુલ પટેલ, ગોરધન જાડફિયાના નામ સામેલ છે.