ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી. ત્યારે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

- ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ
- વિજય રૂપાણનું CM પદેથી રાજીનામું
ગુજરાતના સીએમ વિજય રૂપાણીના રાજીનામાં બાદ રાજ્યના નવા સીએમ તરીકેના નામની ચર્ચાની અટકળો તેજ બની છે. જેમાં રાજ્યના નવા સીએમની જાહેરાત ભાજપ હાઇ કમાન્ડ દ્વારા કરવામાં આવશે. જો કે રાજ્યમાં સીએમ રૂપાણીના સ્થાને સીએમ તરીકે અનેક નામો ચર્ચામાં છે.ગુજરાતના નવા સીએમ તરીકે, નીતિન પટેલ, મનસુખ માંડવીયા અને ગોરધન ઝડફિયાનું નામ ચર્ચામાં છે. ગોરધન ઝડફિયા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન અને હાલ ગુજરાતના ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચામાં છે.તો આવો જાણીએ ગોરધન ઝડફિયાની રાજકીય સફર…….

જોકે વધુમાં જણાવીએ તો ગુજરાતમાં કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનતા નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા વચ્ચે તિરાડ પડતા તેમણે મંત્રીમંડળમાં જોડાવવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ તેમણે ભાજપ પાર્ટી સાથેથી છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટી નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. જો કે આખરે વર્ષ 2014માં કેશુભાઈ પટેલની દરમ્યાનગીરી બાદ સમગ્ર પક્ષને ભાજપમાં વિલીન કરીને ભાજપમાં જોડાયા હતા. તેમજ તેની બાદ ૨૭ ડીસેમ્બર-૨૦૧૮ના રોજ લોકસભાની ચૂંટણી માટે ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઇન્ચાર્જ બનાવીને ભાજપના રાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ હાલ ગોરધન ઝડફિયા ગુજરાત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ
રાજકીય નિવેદન / ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર બાપુએ શું કહ્યું જાણો..
કેમ થઇ શકે પસંદગી? / ભાઉ તરીકે ઓળખાતા સી.આર. પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે
કોણ હશે આગામી મુખ્યમંત્રી ? / મુખ્યમંત્રી તરીકેની રેસમાં મનસુખ માંડવિયાનું નામ સૌથી આગળ
BJP / દેશમાં ભાજપે એક જ વર્ષમાં પાંચ મુખ્યમંત્રી બદલ્યા,જાણો વિગતો
વર્ષ 2016નું પુનરાવર્તન થશે ..? / અગાઉ પણ બે વખત મુખ્યમંત્રી પદની રેસમાંથી નીતિન પટેલનું પત્તુ કપાઈ ચુક્યું છે, આ વખતે શું થશે ?
