કિસાન આંદોલન મામલે આજે ખેડૂત-સરકારની બેઠક પૂર્ણ થઇ ગઇ છે અને આ મામલે આ પછીની એટલે કે આઠમી બેઠક જલ્દીથી આવતી 5 તારીખે યોજવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે.
The meeting of farmer leaders with the central government concludes. Next meeting to be held on December 5. pic.twitter.com/QxesakLeHM
— ANI (@ANI) December 3, 2020
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી ખેડુતો આંદોલન કરી રહ્યા છે. તેઓ ત્રણેય કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે અને તેઓ દિલ્હીની સરહદ પર ચક્કાજામ કરી દીધુ છે. તેઓ વિરોધ કરવા રાષ્ટ્રીય રાજધાની આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યારે તેમને આમ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. દિલ્હી તરફ જવાના મોટાભાગના માર્ગો સીલ કરી દેવાયા છે. તે જ સમયે, આજે ચોથી રાઉન્ડની વાતચીત કરવામાં આવી હતી. ઘણા કલાકો ચાલેલી ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે કૃષિ કાયદા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે, ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે આજે યોજવામાં આવેલી બેઠક સાત કલાક કરતા પણ વધુ સમય માટે વિજ્ઞાન ભવન ખાતે ચાલી હતી. ખેડૂત નેતાઓની સરકાર સાથે સીધી અને સ્પષ્ટવાત છે અને બેઠકમાં ખેડૂતોએ સૂચન કર્યું હતું કે સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ અને નવા કૃષિ કાયદાને રદ કરવું જોઈએ.
#UPDATE Farmer leaders' meeting with the central government at Vigyan Bhavan in Delhi: The farmer leaders suggest the government that a special session of the Parliament be called and the new farm laws be abolished.
— ANI (@ANI) December 3, 2020
બેઠકનાં મહત્વનાં અંશો
શિરોમણિ અકાલી દળના વડા સુખબીરબાદલે પૂછ્યું કે ભાજપ અથવા બીજા કોઈને દેશ વિરોધી જાહેર કરવાનો કોઈનો અધિકાર છે? આ લોકો (ખેડુતો) એ પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું છે અને હવે તમે તેમને દેશ વિરોધી કહી રહ્યા છો. જેઓ તેને દેશદ્રોહી કહે છે તે ખરેખર દેશદ્રોહી છે.
શિરોમણિ અકાલી દળના વડા સુખબીર બાદલે કહ્યું કે, “ઘણાં વૃદ્ધ મહિલાઓ પણ ખેડૂત આંદોલનમાં સામેલ છે. શું તેઓ ખાલિસ્તાનીઓ જેવા લાગે છે? દેશના ખેડુતોને રાષ્ટ્ર વિરોધી કહેવાની આ રીત છે. તે હિંમત કેવી રીતે કરે છે તે ખેડૂતોને રાષ્ટ્રવિરોધી કહે છે.
Parkash Singh Badal (former Punjab CM) fought for farmers for his entire life. He returned his award to send a strong message to the government. Farmers don't need these laws so why the Govt of India is forcing them on farmers?: Shiromani Akali Dal chief Sukhbir Badal to ANI https://t.co/b3kieAhllF pic.twitter.com/cyhrsfHnbw
— ANI (@ANI) December 3, 2020
કિસાન મઝદુર સંઘર્ષ સમિતિના મહામંત્રી શ્રવણસિંહ પાંધરે કહ્યું કે કૃષિ કાયદામાં સુધારો થવાનો નથી, કૃષિ કાયદો રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે ભારત સરકાર પર ખેડુતો સાથે દગો કરવાનો આરોપ લગાવીને પદ્મવિભૂષણ પરત ફર્યા છે.
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું કે, ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે વાતચીત ચાલી રહી છે અને મારી પાસે આ મુદ્દાને હલ કરવા માટે કંઈ નથી. મેં ગૃહ પ્રધાન સાથેની બેઠકમાં મારા વિરોધનો પુનરોચ્ચાર કર્યો અને તેમને આ વિનંતીનો ઉકેલ લાવવા વિનંતી કરી કારણ કે તેનાથી મારા રાજ્યના અર્થતંત્ર અને રાષ્ટ્રની સુરક્ષાને અસર થાય છે.
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે કૃષિ કાયદાના વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા માણસા અને મોગાના બે ખેડૂતોના પરિવારોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
બેઠક શરૂ થતાં પહેલાં કૃષિ મંત્રીએ ખેડૂત નેતાઓને હાથ જોડીને આવકાર્યા હતા
Delhi: Union Agriculture Minister Narendra Singh Tomar and Union Minister Piyush Goyal hold talks with farmer leaders, at Vigyan Bhawan pic.twitter.com/9Mafq0zygb
— ANI (@ANI) December 3, 2020
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ખેડૂત નેતાઓ સાથે કૃષિ કાયદા અંગે વાત કરવા વિજ્ઞાન ભવન હાજર રહ્યા હતા. ખેડુતો સાથે વાતચીત કરતા પહેલા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે સતત મુદ્દાઓ પર ચર્ચા કરે છે. આજે વાતચીતનો ચોથો રાઉન્ડ છે અને હું સકારાત્મક પરિણામની અપેક્ષા રાખું છું.
