Not Set/ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં આ જાતિનો સમાવેશ કરાયો

 રાજ્ય સરકાર  દરેક જ્ઞાતિ-સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ  આપણને જોવા  છે.  ત્યારે  સરકાર દ્વારા  વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગ યાદીમાં ક્રમાંકમાં  ૯૯ ઉપર “કુંભાર” તથા તેની […]

Ahmedabad Gujarat
Untitled 132 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં આ જાતિનો સમાવેશ કરાયો

 રાજ્ય સરકાર  દરેક જ્ઞાતિ-સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ  આપણને જોવા  છે.  ત્યારે  સરકાર દ્વારા  વધુ એક પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લઇ ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કર્યો છે.

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગ યાદીમાં ક્રમાંકમાં  ૯૯ ઉપર “કુંભાર” તથા તેની પેટા જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં  ગીર સોમનાથ જિલ્લાના કુંભાર જ્ઞાતિની પેટા શાખ “મારૂ કુંભાર” જાતિના કેટલાક અરજદારોને તેઓના દસ્તાવેજોમાં “મારૂ કુંભાર’’ દર્શાવેલ હોવાના કારણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (SEBC) વર્ગનું પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી પડતી હતી જે ધ્યાને આવતા રાજ્ય સરકારે આ મુશ્કેલી  દૂર કરવા વિભાગને આદેશ કર્યો હતો.

જે અંતર્ગત ‘‘મારૂ કુંભાર’’ જાતિના અરજદારોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર સરળતાથી મળી રહે તે હેતુથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવમાં સુધારો કરી ‘‘મારૂ કુંભાર’’ જાતિનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.