Not Set/ ગુજરાત હાઇકોર્ટ: ડોમિસાઇલ વિવાદ અંગે લેવામાં આવ્યા મહત્વના નિર્ણયો

અમદાવાદ, 25, જૂન 2018. ગઈ કાલ 25 જૂનના રોજ ગુજરાત રાજ્યમાં મેડિકલ પ્રવેશમાં વાકરેલા વિવાદનો અંત આવ્યો છે. આજે ગુજરાત હાઇકોર્ટે સુનાવણીમાં ડોમીસાઈલ વિવાદને લઈને પોતાનો નિણર્ય સંભાળવ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ડોમીસાઈલ અંગેના નિયમો રદ કરવાનો ઇન્કાર કર્યો છે, સાથે જ નામદાર હાઇકોર્ટે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ગુજરાતમાં કરેલી હોવું જરૂરી […]

Ahmedabad Gujarat
885267927 gujarathc 6 ગુજરાત હાઇકોર્ટ: ડોમિસાઇલ વિવાદ અંગે લેવામાં આવ્યા મહત્વના નિર્ણયો

અમદાવાદ,
25, જૂન 2018.

ગઈ કાલ 25 જૂનના રોજ ગુજરાત રાજ્યમાં મેડિકલ પ્રવેશમાં વાકરેલા વિવાદનો અંત આવ્યો છે. આજે ગુજરાત હાઇકોર્ટે સુનાવણીમાં ડોમીસાઈલ વિવાદને લઈને પોતાનો નિણર્ય સંભાળવ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ડોમીસાઈલ અંગેના નિયમો રદ કરવાનો ઇન્કાર કર્યો છે, સાથે જ નામદાર હાઇકોર્ટે જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ગુજરાતમાં કરેલી હોવું જરૂરી છે તે રાજ્ય સરકારનો નિર્ણય પણ યોગ્ય છે.

સાથે જ હાઇકોર્ટે કહ્યું કે ગુજરાતમાં બાર ધોરણ કરેલી હોય અને ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે રાજ્ય સરકરે જરૂરી નિર્ણયો લેવા અંગેનો રાજ્ય સરકરને આદેશ પણ કર્યો છે.

એડિમિશન પ્રક્રિયામાં કાઉન્સિલિંગ આજે જ હોવાથી આ મુદ્દા અંગેનો નિર્ણય આજે ને આજે લેવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ પણ કર્યો છે.