Not Set/ સાબરમતી વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો શું છે હત્યાનું કારણ

આરોપીની પૂછપરછ કરતા વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.આરોપીએ હત્યા બાદ ગળામાંથી લુટેલી સોનાની ચેઇન 65  હજાર રૂપિયામાં…

Ahmedabad Gujarat
હત્યાનો ભેદ ઉકેલાયો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોરવાસમાં થયેલી કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો છે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ત્યારે શુ હતો સમગ્ર બનાવ અને કેમ કરી વૃદ્ધની કરપીણ હત્યા આવો  જાણીએ..

આ પણ વાંચો :પ્રેમ કરવાની તાલિબાની સજા, વડોદરામાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારતા મોત

ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં આવેલ આરોપીનું નામ ઉમંગ ઉર્ફે કાનો દરજી છે. જે અમદાવાદના દસ્ક્રોઇ તાલુકામાં આવેલા કુહા ગામનો રહેવાસી છે.આરોપી ઉમંગ અને મૃતક દેવેન્દ્ર રાવત વચ્ચે દોઢ વર્ષ પહેલા ફેસબુક મેસેન્જર પર સંપર્ક થયો હતો. છેલ્લા દોઢ વર્ષથી બંને જણા વચ્ચે મેસેજથી તથા whatsapp પર સજાતીય સંબંધ બાંધવાની વાતચીત કરતા હતા.  જોકે 20 દિવસ પહેલા મૃતક દેવેન્દ્રભાઈએ આરોપીને તેના જુના ઘરે બોલાવે સજાતીય સંબંધ બાંધ્યો હતો.

સજાતીય સંબંધ બાંધવાની કુટેવ ધરાવતો મૃતક દેવેન્દ્રભાઈ વારંવાર સંબંધ બાંધવા માટે આરોપી ઉમંગને દબાણ કરતો હતો. જોકે આરોપીએ વારંવાર સંબંધ બાંધવાની ના પાડતા મૃતક વારંવાર મેસેજ અને વીડિયો  કોલ કરીને હેરાન કરતો હતો.તેથી આરોપીએ તેને કોલ અને અને મેસેજનો જવાબ આપવાનું બંધ કરતા મૃતકે ઘરે આવવાની ધમકી આપી હતી અને જો મૃતક ઘરે આવશે તો તેની બેઇજ્જતી થશે તેવું વિચારીને આરોપી ઉમંગે દેવેન્દ્ર ભાઈ ના ઘરે જઈને તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરી નાખી. આ બનાવમાં પોલીસે સીસીટીવીની તપાસ કરતા સીસીટીવીમાં બે શંક્સ્પદ દેખાતા હતા. જેની તપાસ કરતા પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો :સુરતમાં ઓનલાઇન ચેટ અને બ્લેકમેઇલમાં યુવકે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

આરોપીની પૂછપરછ કરતા વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.આરોપીએ હત્યા બાદ ગળામાંથી લુટેલી સોનાની ચેઇન 65  હજાર રૂપિયામાં ઓઢવમાં એક સોનીને વેચી નાખી હતી અને તેમાંથી 40 હજાર રૂપિયા તેની સ્ત્રી મિત્ર ને આપ્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપીની સઘન પૂછપરછ કરતા સામે આવ્યુ કે આરોપીએ બાઈકની નંબર પ્લેટ તોડી ને ગટર માં નાખી દીધી છે. સાથે જ ક્રાઈમ બ્રાંચે લુંટમા ગયેલી સોનાની ચેઈન કબ્જે કરવા સોનીની પણ પુછપરછ હાથ ધરી છે. ત્યારે સજાતિય સંબંધમાં આવેલી કડવાહટ હત્યાનુ કારણ બન્યુ છે..જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :દર્શન માટે નીકળેલા ભક્તોને નડ્યો અકસ્માત, અંબાજી નજીક 30 ફૂટ ઉંડી ખીણમાં પડી જીપ

આ પણ વાંચો :ગુજરાતની ધરા એકવાર ફરી ધણધણી ઉઠી, જાણો ક્યા અનુભવાયા ભૂકંપનાં આંચકા

આ પણ વાંચો :પંચમહાલમાં રાજયમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે આવતીકાલથી “કેર ઈન્ડિયા” સેવાનો પ્રારંભ કરાવશે