Not Set/ સાઉદી અરબિયાથી વતનની મુલાકાતે આવેલ દંપત્તિનું સ્વાઇન ફ્લુથી મોત

પાટણ, પાટણમાં ફરી એક વાર સ્વાઈન ફ્લુની બીમારીએ માથુ ઉચક્યું છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ છવાઈ ગઈ છે, ત્યારે શરદી ખાંસીના કેસોમાં વધરો થઇ રહ્યો છે. ત્યારે પાટણ શહેરનું એક દંપત્તિ સ્વાઈન ફ્લુની ચપેટમાં આવતા આ દંપતીનું નીપજવા પામ્યું છે. જેને લઈ આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. પાટણ શહેરના વતની અને સાઉદી અરેબિયામાં નોકરી […]

Gujarat
vlcsnap 2018 02 12 15h43m03s588 સાઉદી અરબિયાથી વતનની મુલાકાતે આવેલ દંપત્તિનું સ્વાઇન ફ્લુથી મોત

પાટણ,

પાટણમાં ફરી એક વાર સ્વાઈન ફ્લુની બીમારીએ માથુ ઉચક્યું છે. હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ છવાઈ ગઈ છે, ત્યારે શરદી ખાંસીના કેસોમાં વધરો થઇ રહ્યો છે. ત્યારે પાટણ શહેરનું એક દંપત્તિ સ્વાઈન ફ્લુની ચપેટમાં આવતા આ દંપતીનું નીપજવા પામ્યું છે. જેને લઈ આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે.

પાટણ શહેરના વતની અને સાઉદી અરેબિયામાં નોકરી કરતા મહેબુબ ભાઈ શેખ અને તેમના પત્નિ થોડા દિવસ અગાઉ તેઓ પોતાના વતનમાં પરિવાર મળવા આવ્યા હતા. જોકે ત્યાર બાદ મહેબુબભાઇ અને તેમની પત્નીને  શરદી ખાસીની અસર થતા બંને યુગલને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, આરોગ્ય તંત્ર દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલમાં અઈસોલેસ્ન વોર્ડ તૈયાર કરી દેવાયો છે. તેમજ દવા નો પણ પુરતો સ્ટોક મંગાવી તાત્કાલિક અસર થી આરોગ્ય અધિકારીઓ અને ડોકટરો ની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે.

જીલ્લા આરોગ્ય અધિકારી બી બી ગૌસ્વામીના કહેવા પ્રમાણે, 5 ફેબ્રુઆરીએ આ દંપતીને શરદી ખાંસીના કારણે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં મહેબુબભાઇના પત્નિનું મોત થયું હતું. એ પછી 8 ફેબ્રુઆરીના રોજ મહેબુબ ભાઈ શેખને ધારપુર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં 12 ફેબ્રુઆરીએ મોડી રાત્રે ૧;30 તેમનું પણ મોત થયું હતું.

તંત્રના કહેવા પ્રમાણે, મહેબુબ શેખનું મોત સ્વાઇન ફ્લુથી થયું હતું, જ્યારે તેમની પત્નિના વિગતવાર રિપોર્ટ નહીં હોવાથી તેમની પત્નિ શંકાસ્પદ સ્વાઇન ફ્લુથી મોત થયું હોવાનું જાણવા મળે છે.

પાટણમાં પતિ-પત્નીના  મોત ના સમાચાર ના પગલે આરોગ્ય વિભાગે શહેરના કાળી બજાર વિસ્તારમાં આરોગ્યની જુદી જુદી ત્રણ ટીમો કામે લગાડી ૧૫૩ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં થી બાર કેસ શરદી ખાસીના મળી આવ્યા છે, ત્યારે હાલ માં તો આરોગ્ય તંત્ર સફાળું જાગી અધિકારીઓ સાથે બેઠકો નો દોર ધમધમતો બનાવ્યો છે