આજે ગણેશ ચતુર્થી છે. મહારાષ્ટ્ર સહિત સંપૂર્ણ દેશભરમાં ભવ્યરીતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરવર્ષે ગણેશ ચતુર્થીને લઈને સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી સુધી, રાજનેતાઓ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવે છે. બોલીવુડમાં પણ લોકો ધામધૂમથી ગણેશોત્સવ ઉજવતાં નજરે પડતા હોય છે. મુંબઈ સ્થિત રહેલા મોટા સુપર સ્ટાર જેમકે, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, સોનું સૂદ જેવા લોકો બાપ્પાના વધામણા કરતા નજરે પડતા હોય છે.
અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાલ બાગ ચા રાજાની જૂની તસવીર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ભગવાન ગણેશ દરેક વસ્તુઓના અગ્રદૂત છે.- શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ, સુખ અને સ્વાથ્ય. આવો આજે આપણા સૌના ચહિતા દેવનું સ્વાગત કરીએ અને તેમને પ્રાર્થના પણ કરીએ. ગણપતિ બાપ્પા મોરયા!
View this post on Instagram
માધુરી દીક્ષિતે પણ પોતાનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે ગણપતિ મહારાજના દર્શન અને આરતી કરતી નજરે આવી રહી છે. આ વિડીયો ડાન્સ દીવાને-3ના સેટ પરનો છે. જ્યાં દરેક વ્યક્તિઓને સાથે મળીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, તમને અને તમારા પરિવારને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ!.
View this post on Instagram
બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને પણ એક પોસ્ટ શેર કરી છે અને ચાહકોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ, ગણપતિ બાપ્પા મોરયા !
View this post on Instagram
