નવી દિલ્લી
ઝીરો ફિલ્મનું બીજું સોંગ રીલીઝ થઇ ચુક્યું છે. આ ગીતનું નામ હુસ્ન પરચમ છે. ગીતમાં કેટરીના કેફનો અંદાજ ઘણો સુંદર છે. કેટરીના કેફને આ ગીતમાં સુપરસ્ટાર બબિતા કુમારીના રૂપમાં બતાવવામાં આવી છે.
ઝીરો ફિલ્મનું પ્રથમ સોંગ મેરા નામ તું પણ લોકોને ઘણું પસંદ આવ્યું છે.
શાહરુખ ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું છે કે દીવાનોની આ ભીડ ક્યારેય પૂરી નહી થાય, આવી રહી છે બબિતા કુમારી.
Deewano ki ye bheed ab na hogi kam,
Aa gayi hai Babita Kumari lehraane Husn Parcham!
The most sizzling song of the year #HusnParcham out now!https://t.co/kgrcLJ72jV#KatrinaKaif @anushkasharma @aanandlrai @Mdzeeshanayyub @BoscoMartis @ajayatulonline @irshad_kamil— Shah Rukh Khan (@iamsrk) December 12, 2018
આ ગીતને વર્ષનું સૌથી વધારે સીઝલીંગ ગીત છે તેવું ખાનનું કહેવું છે.
આ ગીતના કોરિયોગ્રાફર બોસ્કો માટીસ છે. બોસ્કોએ પોસ્ટ કરીને લખ્યું છે કે હું આ ગીતનો એક ભાગ છુ જે બદલ મને ઘણી ખુશી થઇ રહી છે.
![]()
આ ફિલ્મમાં કેટરીના કેફને બોલીવુડ સુપરસ્ટાર બબિતા કુમારીના સ્વરૂપમાં બતાવવામાં આવી છે.
