Not Set/ ઈંગ્લેન્ડને 64 રને હરાવી સેમિફાઇનલમાં પહોચનારી ઓસ્ટ્રેલિયા પહેલી ટીમ બની

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોડ્સનાં મેદાને રમાઇ ગયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 64 રને વિજય મેળવ્યો છે. પહેલા બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિંચે સદી ફટકાર્યા બાદ જેસન બેહરનડોર્ફ અને મિશેલ સ્ટાર્કએ શાનદાર બોલિંગ કરી મંગળવારે ઈંગ્લેન્ડ ટીમને તેના જ ઘરે હરાવી મોટો અપસેટ સર્જયો હતો. ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત બાદ પણ 50 ઓવરમાં તે સાત વિકેટનું નુકસાન પર […]

Top Stories Sports
ENG vs AUS ICC World Cup 2019 Finchs ton Behrendorff s 5 for guide Australia into semis ઈંગ્લેન્ડને 64 રને હરાવી સેમિફાઇનલમાં પહોચનારી ઓસ્ટ્રેલિયા પહેલી ટીમ બની

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોડ્સનાં મેદાને રમાઇ ગયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 64 રને વિજય મેળવ્યો છે. પહેલા બેટિંગ કરતા કેપ્ટન એરોન ફિંચે સદી ફટકાર્યા બાદ જેસન બેહરનડોર્ફ અને મિશેલ સ્ટાર્કએ શાનદાર બોલિંગ કરી મંગળવારે ઈંગ્લેન્ડ ટીમને તેના જ ઘરે હરાવી મોટો અપસેટ સર્જયો હતો. ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત બાદ પણ 50 ઓવરમાં તે સાત વિકેટનું નુકસાન પર 285 રનોથી આગળ વધી શકી નહોતી. આ આસાન ટાર્ગેટ સુધી પહોચવા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમનાં બેટ્સમેન એક પછી એક આઉટ થઇ જતા ટીમ 44.4 ઓવરમાં 221 રન પર ઢેર થઇ ગઇ હતી.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

વિશ્વકપ 2015માં વિજેતા રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ આ વિશ્વકપમાં સેમીફાઈનલમાં પહોચનારી પહેલી ટીમ બની ગઇ છે. વળી હવે આ હાર મળ્યા બાદ ઈંગ્લેન્ડ માટે અંતિમ 4 માં સ્થાન મેળવવું ઘણુ મુશ્કિલ બની રહેશે. સેમીફાઈનલમાં જવા માટે ઈંગ્લેન્ડને હવે પોતાની બાકી બંન્ને મેચ જીતવી જ પડશે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઓસ્ટ્રેલિયાનાં બેહરડોર્ફે આ મેચમાં પાંચ અને સ્ટાર્કે ચાર વિકેટ લીધી હતી. પરંતુ મેચમાં ત્રણ ખાસ બેટ્સમેનને સ્ટાર્કે આઉટ કરી ટીમની જીતને નિશ્ચિત કરી દીધી હતી. તેણે ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેન સ્ટોક્સની વિકેટ તે સમયે લીધી જ્યારે સ્ટોક્સ એકલા હાથે મેચને બદલે શકે તેમ દેખાતો હતો. આપને જણાવી દઇએ કે, આ મેચમાં બેન સ્ટોક્સે 115 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈંનિગ્સમાં 8 ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. સ્ટોક્સે જોસ બટલર અને ક્રિસ  વોક્સની સાથે અર્ધ સદીની ભાગેદારી કરી ઈંગ્લેન્ડની આશાને જીવંત રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.