Not Set/ હોકી ચેમ્પિયન ટ્રોફી : બેલ્જિયમ સામે ભારતીય ટીમને ૧-૧ના ડ્રોથી કરવો પડ્યો સંતોષ

બ્રેડા (નેધરલેંડ) નેધરલેંડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમે બેલ્જિયમ સામેની મેચમાં ૧-૧થી ડ્રોથી સંતોષ કરવો પડ્યો છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે અત્યારસુધીમાં મળેલી ચાર મેચોમાં આ પ્રથમ ડ્રો છે, જયારે ભારતીય ટીમે ૨ મેચમાં વિજય અને ૧ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત તરફથી હરમનપ્રીત સિંહે ૧૦મી મિનિટમાં જયારે બેલ્જિયમના ખેલાડી લોઈક લોઈપર્ટે ૫૯મી […]

Sports
Dgy7ESwVQAA6EZH હોકી ચેમ્પિયન ટ્રોફી : બેલ્જિયમ સામે ભારતીય ટીમને ૧-૧ના ડ્રોથી કરવો પડ્યો સંતોષ

બ્રેડા (નેધરલેંડ)

નેધરલેંડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમે બેલ્જિયમ સામેની મેચમાં ૧-૧થી ડ્રોથી સંતોષ કરવો પડ્યો છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે અત્યારસુધીમાં મળેલી ચાર મેચોમાં આ પ્રથમ ડ્રો છે, જયારે ભારતીય ટીમે ૨ મેચમાં વિજય અને ૧ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભારત તરફથી હરમનપ્રીત સિંહે ૧૦મી મિનિટમાં જયારે બેલ્જિયમના ખેલાડી લોઈક લોઈપર્ટે ૫૯મી મિનિટમાં ગોલ કર્યો હતો.

મેચના પ્રથમ ક્વાટરની ત્રીજી મિનિટમાં જ બેલ્જિયમની ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો હતો,પરંતુ ભારતીય ગોલકીપર પી આર શ્રીજેશના શાનદાર બચાવના કારણે બેલ્જિયમ પોતાનું ખાતું ખોલી શકી ન હતી, પરંતુ ત્યારબાદ ભારતીય ટીમને પણ ૧૦મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો, જેમાં હરમનપ્રીત સિંહે ગોલમાં પ્રવર્તિત કરતા પોતાની ટીમને ૧-૦થી લીડ અપાવી હતી.

DgYnAvpW0AUBQWK હોકી ચેમ્પિયન ટ્રોફી : બેલ્જિયમ સામે ભારતીય ટીમને ૧-૧ના ડ્રોથી કરવો પડ્યો સંતોષ

જો કે ત્યારબાદ મેચના બીજા અને ત્રીજા ક્વાટરમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી, પરંતુ તેઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતિમ ક્વાટરમાં ૫૫મી મિનિટમાં ગોલકીપર શ્રીજેશે બેલ્જિયમની ટીમના બે પાસને નિષ્ફળ બનાવ્યા હતા, પરંતુ આ ક્વાટરની અંતિમ મિનિટોમાં બેલ્જિયમની ટીમે બરાબરી કરવાનો પ્રયાસ કર્યો અને ૫૯મી મિનિટમાં લોઈક લોઈપર્ટે પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલીને ૧-૧થી બરાબરી કરી હતી.

મહત્વનું છે કે, ભારતે પ્રથમ મેચમાં ભારતે કટ્ટર હરીફ અને ત્રણવારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને ૪-૦થી અને બીજી મેચમાં ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૨-૧થી હરાવ્યું હતું, જયારે ઓસ્ટ્રેલિયા તરફથી ૩-૨થી ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

જો કે ચેમ્પિયન ટ્રોફીમાં બે જીત, ૧ ડ્રો અને ૧ હાર સાથે ભારતીય ટીમે ૭ પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.