Not Set/ બાબુએ બંધાવેલ બંગલા પર બુલ્ડોઝર, આંધ્રમાં જગન મોહન રેડ્ડી એક્શનમાં

નવી ચૂંટાયેલા આંધ્રપ્રદેશ સરકારનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુનાં કાર્યકાળ દરમિયાન રૂ. 5 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી સરકારી બિલ્ડિંગને નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો. જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે નિયમોનાં “ઉલ્લંઘન” અને “ભ્રષ્ટાચાર”નાં આક્ષેપોનાં કારણે જ આ સદ્દન તોડી પાડવાનાં આદેશો આપવામા આવ્યા છે. . આપને જણાવી દઇએ કે  પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુનાં નિવાસસ્થાન […]

Top Stories India
jagan બાબુએ બંધાવેલ બંગલા પર બુલ્ડોઝર, આંધ્રમાં જગન મોહન રેડ્ડી એક્શનમાં

નવી ચૂંટાયેલા આંધ્રપ્રદેશ સરકારનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ચંદ્રબાબુ નાયડુનાં કાર્યકાળ દરમિયાન રૂ. 5 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી સરકારી બિલ્ડિંગને નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો. જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે નિયમોનાં “ઉલ્લંઘન” અને “ભ્રષ્ટાચાર”નાં આક્ષેપોનાં કારણે જ આ સદ્દન તોડી પાડવાનાં આદેશો આપવામા આવ્યા છે. .

આપને જણાવી દઇએ કે  પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુનાં નિવાસસ્થાન નજીક ક્રિષ્ના નદીના કાંઠે એ.પી. કેપિટલ રિઝન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ બંગલો બનાવાયેલો હતો.  ‘પ્રજા વૈદિક’નામનાં આ બંગલાનો ઉપયોગ જનતાને મળવા માટે અને ટી.ડી.પી. સુપ્રિમો પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુનાં દ્વારા પ્રેસ કોન્ફરન્સનો ઉપયોગ કરવા માટે કરવામાં આવતો હતો.

praja vaidik બાબુએ બંધાવેલ બંગલા પર બુલ્ડોઝર, આંધ્રમાં જગન મોહન રેડ્ડી એક્શનમાં

રેડ્ડીએ તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં જીત બાદ નવી સરકારની આજ બિલ્ડિંગમાં યોજવામાં આવે બેઠકમાં ચાલુ બેઠકે ‘પ્રજા વૈદિક’નામનાં આ બંગલાને તોડી પાડવાનો આદેશ કરતા કહ્યું હતું કે આ બંગલામાં આ છેલ્લી બેઠક હશે. બેઠક બાદ ડિમોલીશનની શરુઆત અહીંથી જ કરવામા આવાશે.

praja vaidik1 બાબુએ બંધાવેલ બંગલા પર બુલ્ડોઝર, આંધ્રમાં જગન મોહન રેડ્ડી એક્શનમાં

આપને જણાવી દઇએ કે ‘પ્રજા વૈદિક’નામનાં આ બંગલાનાં નિર્ણમાણનું કુલ ટેન્ડરીંગ 5 કરોડનું હતું. તો કુલ નિર્માણ ખર્ચ 8.90 કરોડ રૂપિયા ચૂકવવામા આવ્યો હોવાથી આ બંગલો ભ્રષ્ટાચાર થયાનાં લેબલ સાથે પહેલેથી જ વિવાદમાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.