Not Set/ Maruti Suzuki જલ્દી જ 6 સીટર કાર કરશે લોન્ચ, ડિઝલમાં નહી મળે આ કાર, જાણો વિશેષતા

મારુતિ સુઝુકી એક નવી કાર લાવવાની તૈયારીમાં છે. તે 6 સીટવાળી પ્રીમિયમ એમપીવી (મલ્ટી પર્પઝ વ્હિકલ) હશે, જે કંપનીનાં પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે. અહેવાલો કહે છે કે 21 ઑગસ્ટનાં રોજ મારુતિની આ નવી કાર લોંચ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે નવી એમપીવી મારુતિ આર્ટિગાની એસયુવી દેખાવ ધરાવતી કાર નથી, જેની અપેક્ષા હતી. […]

Tech & Auto
Maruti Suzuki Ciaz test drive evo india 3 Maruti Suzuki જલ્દી જ 6 સીટર કાર કરશે લોન્ચ, ડિઝલમાં નહી મળે આ કાર, જાણો વિશેષતા

મારુતિ સુઝુકી એક નવી કાર લાવવાની તૈયારીમાં છે. તે 6 સીટવાળી પ્રીમિયમ એમપીવી (મલ્ટી પર્પઝ વ્હિકલ) હશે, જે કંપનીનાં પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે. અહેવાલો કહે છે કે 21 ઑગસ્ટનાં રોજ મારુતિની આ નવી કાર લોંચ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે નવી એમપીવી મારુતિ આર્ટિગાની એસયુવી દેખાવ ધરાવતી કાર નથી, જેની અપેક્ષા હતી.

અહેવાલો અનુસાર, મારુતિ સુઝુકીની નવી એમપીવી કંપનીનાં હાર્ટેક્ટ પ્લેટફોર્મનાં આર્ટિંગા વર્ઝન પર આધારિત હોઇ શકે છે, કારણ કે મારુતિની પાસે આવી કાર બનાવવા માટે આ જ એકમાત્ર યોગ્ય આધાર છે. આ એમપીવી પાસે ત્રણ લાઇનમાં 6 સીટો હશે. આમાં, બીજી લાઇનમાં કેપ્ટન ચેર આપવામાં આવશે તેવી આશા છે.

મારુતિની 6-સીટર કારમાં ઇંટીરિયર અપમાર્કેટ હશે અને તેમાં પ્રીમિયમ ડેશબોર્ડ લેઆઉટ જોવા મળશે. એમપીવીમાં આરામ અને સલામતી ફિચર્સની લાંબી યાદી પણ હશે. પ્રથમ લીક થયેલી ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ છે કે તેની ડિઝાઇન આર્ટિગા જેવી નહી હોય. તેનો દેખાવ આર્ટિગાની તુલનામાં એગ્રેસિવ હશે અને તે ARTIGA કરતા થોડી લાંબી પણ હશે.

કિંમત અને એન્જિન કેવા રહેશે

મારુતિનાં નવી 6-સીટર એમપીવીમાં સિયાઝ અને આર્ટિગામાં આપવામાં આવેલા K15B 1.5-પેટ્રોલ એન્જિન હશે. આ એન્જિન 104PS પાવર અને 138Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. એવું માનવામાં આવે છે કે આ નવી કારમાં આ એન્જિન બીએસ6 ઉત્સર્જન ધોરણો સાથે સજ્જ હશે. એવી શક્યતા છે કે નવી કારમાં ડીઝલ એન્જિન ઉપલબ્ધ થશે નહીં કારણ કે મારુતિએ એપ્રિલ 2020 થી ડીઝલ કાર બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નવી કારની પ્રારંભિક કિંમત લગભગ 9 લાખ રૂપિયા હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન