Not Set/ સંસદમાં રાહુલનાં વાર પર આવા ધારદાર પ્રતિવાર કર્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ

આજે એટલે કે, ગુરુવારે કોંગ્રેસનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાઓને લઈને લોકસભામાં સરકારને ઘેરી લીધી હતી. રાહુલ ગાંધી દ્વારા નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતને આ

Top Stories India Trending
smriti સંસદમાં રાહુલનાં વાર પર આવા ધારદાર પ્રતિવાર કર્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ

આજે એટલે કે, ગુરુવારે કોંગ્રેસનાં વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ નવા કૃષિ કાયદાઓને લઈને લોકસભામાં સરકારને ઘેરી લીધી હતી. રાહુલ ગાંધી દ્વારા નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતને આ નવા કૃષિ કાયદાઓથી લાભ-લાભ મામલે સરકાર પર બરોબરની પસ્તાળ ઢોળવામાં આવી હતી. જો કે, રાહુલનાં વારનો કેન્દ્રીય મંત્રી અને રાહુલનાં પૂર્વ મતવિસ્તારનાં હાલનાં સાંસદ સ્મૃતિ ઈરાનીએ બરોબરનો જવાબ આપતા પલટવાર કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ધારદાર પ્રતિક્રિયા આપી હતી. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે તેમણે(રાહુલે) સરકાર પર ખેડૂતો વિશે વાત કરવા મામલે આરોપ લગાવ્યો હતો, પરંતુ મને આશ્ચર્ય છે કે, આ વ્યક્તિ જ્યાંથી સાંસદ હતા. તેમણે ગૃહમાં ચર્ચામાં કદી તેમના માટે ભાગ લીધો ન હતો. રાહુલ ગાંધીનું નામ લીધા વિના કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે તેમના પરિવારના ટ્રસ્ટે અમેઠીની મેડિકલ કોલેજ માટે ખેડૂતો પાસેથી જમીન લીધી હતી, પરંતુ તેના પર એક ગેસ્ટ હાઉસ બનાવ્યું છે. સામે વડા પ્રધાન મોદીએ ત્યાં મેડિકલ કોલેજ બનાવવાની જોગવાઈ કરી હતી.

ઈરાનીએ વધુમાં કહ્યું કે, આ વ્યક્તિએ બજેટ અંગે ચર્ચા કરવાની ના પાડી હતી, પરંતુ તેમને એક દિવસ અમેઠી જવું જોઈએ. ત્રણ લાખ ગરીબ પરિવારોની મહિલાઓ ખુલ્લામાં શૌચ કરાતી હતી. પૂર્વ સાંસદે ત્યાં શૌચાલય બનાવ્યું ન હતું. અમેઠીના ત્રણ લાખ પરિવારો સહિત 10 કરોડ ગરીબ પરિવારોને તેમના જીવનમાં પહેલીવાર શૌચાલયની સુવિધા મળી છે. આ જેન્ટલમેન આ ગૃહમાં બજેટ અંગે ચર્ચા કરવા માંગતા નથી. આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે છે. જેમણે આત્મનિર્ભર ભારત જેવા સૂત્રોચ્ચારને ટેકો આપ્યો છે તે તમારો ભાગ છે. તેઓ(રાહુલ ગાંઘી) ભારતને સમર્પિત બજેટનું સમર્થન ક્યારેય કરી શકશે નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…