Not Set/ બાળક ચોર સમજીને ટોળાંએ 5 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા

ધુળે,મહારાષ્ટ્ર ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ બાળકોને ઉઠાવવા શંકા રાખીને ટોળાએ હુમલો કરીને પાંચ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. મહારાષ્ટ્રના ધુળે જિલ્લાની 140 કિલોમીટર દુર આવેલાં રાઇનપાડા ગામમાં બનેલા આ ધૃણાસ્પદ બનાવમાં ગામના લોકોએ પાંચ પુરૂષને મારી મારીને તેમની હત્યા કરી દીધી. વાસ્તવમાં ગામના લોકોને શંકા હતી કે તેઓ મૃત બાળકને ચોરી કરીને લઈ જઈ […]

Top Stories
dhule killing બાળક ચોર સમજીને ટોળાંએ 5 વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા

ધુળે,મહારાષ્ટ્ર

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ બાળકોને ઉઠાવવા શંકા રાખીને ટોળાએ હુમલો કરીને પાંચ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. મહારાષ્ટ્રના ધુળે જિલ્લાની 140 કિલોમીટર દુર આવેલાં રાઇનપાડા ગામમાં બનેલા આ ધૃણાસ્પદ બનાવમાં ગામના લોકોએ પાંચ પુરૂષને મારી મારીને તેમની હત્યા કરી દીધી. વાસ્તવમાં ગામના લોકોને શંકા હતી કે તેઓ મૃત બાળકને ચોરી કરીને લઈ જઈ રહ્યા છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ છે.

પાંચ લોકોની હત્યાની પુષ્ટિ ધુલેના એસપી એમ. રામકુમારે કરી છે. તેમણે કહ્યું છે કે, ગામના લોકોએ પાંચ લોકોને બાળક ચોર સમજીને એટલી ખરાબ રીતે માર્યા કે તેમનાં મોત થઈ ગયાં. ગ્રામીણોએ બાળકોની ચોરીની શંકામાં જે પાંચ લોકોની હત્યા કરી છે, તેમાંથી એક મૃતક સોલાપુર જિલ્લાના મંગલવેધા વિસ્તારનો રહેવાસી હતો.

શંકાસ્પદ સાત જેટલાં પુરુષોએ આદિવાસી વિસ્તાર રાઇનપડા ગામની બસમાંથી ઉતરીને એક નાની બાળકી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

બસ જ્યાં ઉભી રહી હતી ત્યાં રવિવારીય બજાર ભરાયું હતું.બાળકી સાથે વાત કરતાં જોઇને અહીં ઉભેલાં ગ્રામજનો ગુસ્સે થયાં હતા અને વ્યક્તિઓને ફટકારવાનું શરૂ કર્યું હતું.જોવાની વાત એ હતી કે આ વ્યક્તિઓને ઢોર માર મરાતો હતો ત્યારે આસપાસના લોકો તેમને બચાવવાને બદલે તેમનો મોબાઇલ વીડીયો ઉતારી રહ્યાં હતા.

બાળકોને ઉઠાવવાની શંકા સાથે વ્યક્તિઓને એટલો માર પડ્યો હતો કે પાંચ જણ તો મોતને ઘાટ ઉતરી ગયા હતા.આ વ્યક્તિઓને નજીકની પીંપાલન હોસ્પિટલમાં લઇ જવાયા હતા,જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.જો કે બે વ્યક્તિઓ ભાગી છુટવામાં સફળ થઇ હતી.

પોલિસના કહેવા પ્રમાણે છેલ્લાં થોડા સમયથી આ વિસ્તારમાં એવી અફવા ફેલાઇ હતી કે બાળકોને ઉઠાવતી ગેંગ સક્રિય બની છે.

પોલિસે આ હત્યા અંગે 15 વ્યક્તિઓની અટકાયત કરી હતી.