Not Set/ ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ બાળકચોર અફવાનો ભોગ બન્યા લોકો, ૫ની કરાઈ હત્યા

ધુલિયા, છેલ્લા કેટલાક સમયમાંથી ગુજરાત રાજ્યમાં બાળકચોર અફવાઓને લઇ લોકો સાથે મારપીટ કરાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ લોકોને બાળક ચોરની ગેંગ સમજીને ૫ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં બાળકોને ચોરી કરતી ગેંગ સમજીને ૫ લોકો સાથે મારપીઠ કરાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ ૫ […]

India
ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ બાળકચોર અફવાનો ભોગ બન્યા લોકો, ૫ની કરાઈ હત્યા

ધુલિયા,

છેલ્લા કેટલાક સમયમાંથી ગુજરાત રાજ્યમાં બાળકચોર અફવાઓને લઇ લોકો સાથે મારપીટ કરાયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે હવે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ લોકોને બાળક ચોરની ગેંગ સમજીને ૫ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં બાળકોને ચોરી કરતી ગેંગ સમજીને ૫ લોકો સાથે મારપીઠ કરાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ ૫ વ્યકિતઓને માર-મારીને લોહી-લુહાન કરીને હત્યા કરવામાં આવી હતી.

જો કે અ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને ૧૫ લોકોની અટકાયત પણ કરાઈ છે. બીજી બાજુ લોકોની કરાયેલી નિર્મમ હત્યા બાદ ગામમાં તનાવનો માહોલ જોતા કેટલાક સામાજિક સંગઠન દ્વારા લોકો સાથે મળી શાંતિ કેળવવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

આ ઘટના અંગે ધુલિયા જિલ્લાના એસપી રામકુમારે જણાવ્યું, “જિલ્લાનો આ આદિવાસી વિસ્તાર છે. આ દરમિયાન ગામના લોકોને ખબર પડી કે આ લોકો બાળકોની ચોરી કરવા આવ્યા છે. ત્યારે આ ભૂલના કારણે ગામના લોકોએ એકઠા થઈને આ પાંચ લોકોને એક રૂમમાં બંધ કર્યાં હતા અને પથ્થર-ડંડા દ્વારા માર મારીને હત્યા કરી નાખી હતી. જો કે આ ઘટના બાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં બાળકો ઉઠાવી જવાની ગેંગ સક્રિય થઈ હોવાની અફવા ફેલાઈ છે ત્યારથી જ જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યાં છે. આ પહેલા ગુજરાતના વડોદરા, સુરત સહિતના જિલ્લાઓમાં લોકો સાથે મારપીટ કરવામાં આવી રહી છે.