Not Set/ જીગ્નેશ મેવાણીએ પં.બંગાળમાં રેલીની પરવાનગી ન મળવા પર ભાજપનાં આ બે નેતાઓ પર માર્યો ટોણો

વડગામનાં ધારસભ્ય અને દલિતોનાં નેતા તરીકે પ્રકાશમાં આવેલા જીગ્નેશ મેવાણીએ પંશ્ચિમ બંગાળમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રેલીની પરવાનગી ન મળવા પર ટોંણો માર્યો છે. જીગ્નેશ મેવાણીનાં મતે જે લોકો પર ખૂન કરવાનો, ખૂનની સાજીસ કરવાનો, ખોટા એનકાઉંટર કરવાના કેસ છે તેમને હવે લોકશાહીનાં મૂલ્યો, બંધારણીય […]

Top Stories India Politics
pjimage 14 જીગ્નેશ મેવાણીએ પં.બંગાળમાં રેલીની પરવાનગી ન મળવા પર ભાજપનાં આ બે નેતાઓ પર માર્યો ટોણો

વડગામનાં ધારસભ્ય અને દલિતોનાં નેતા તરીકે પ્રકાશમાં આવેલા જીગ્નેશ મેવાણીએ પંશ્ચિમ બંગાળમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા રેલીની પરવાનગી ન મળવા પર ટોંણો માર્યો છે. જીગ્નેશ મેવાણીનાં મતે જે લોકો પર ખૂન કરવાનો, ખૂનની સાજીસ કરવાનો, ખોટા એનકાઉંટર કરવાના કેસ છે તેમને હવે લોકશાહીનાં મૂલ્યો, બંધારણીય હકો, વાણી સ્વાતંત્ર્ય જેવા શબ્દો યાદ આવે છે.

જીગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કરતા લખ્યુ કે, ‘પંશ્ચિમ બંગાળમાં શાહ અને યોગીની રેલીની પરવાનગી ન મળતા હવે આ બંન્ને મહાશયોને લોકશાહીનાં મૂલ્યો, બંધારણીય હકો, વાણી સ્વાતંત્ર્ય જેવા શબ્દો યાદ આવી રહ્યા હતા. આ બંન્ને તે મદાશય છે જેના વિરુદ્ધ ખૂન, ખૂનની સાજીસ, ખોટા એનકાઉંટર, દંગા ભડકાવવા જેવા ઘણા ખરા આરોપ લાગેલા છે.’

તેટલુ જ નહી મેવાણીએ શહીદ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં નિવેદન બેશરમ કરતૂત બતાવી છે. જીગ્નેશ તેના પોતાના ટ્વીટર હેંડલથી ટ્વીટ કરતા લખ્યુ, ‘રાષ્ટ્રવાદનો ઝંડો લઇને ફરનારા બેશરમ લોકોને એ વાતની લાજ સુધી નથી આવતી કે એક શહીદ માટે કઇ ભાષાનો પ્રયોગ કરવામાં આવે. શહીદ હેમંત કરકરે માટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તેનાથી સમગ્ર દેશનું માથું શરમથી નીચુ થઇ ગયુ છે.’