Not Set/ આ 6 સરકારી કંપનીઓને તાળા મારવાની તૈયારીમાં સરકાર, અનુરાગ ઠાકુરે આપી જાણકારી

  કેન્દ્ર સરકાર 20 સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવા અને 6 સરકારી કંપનીઓને વેચવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર 20 કંપનીઓ અને તેમના યૂનિટ્સમાં હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે, જેની જાણકારી ગૃહમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. લોકસભામાં લેખિત જવાબમાં તેમણે કહ્યું હતું કે, સરકાર વ્યૂહાત્મક હિસ્સો વેચાણ અને લઘુમતી હિસ્સો ઘટાડા […]

India
6469ae5aabd13377e040ff9024614816 આ 6 સરકારી કંપનીઓને તાળા મારવાની તૈયારીમાં સરકાર, અનુરાગ ઠાકુરે આપી જાણકારી
6469ae5aabd13377e040ff9024614816 આ 6 સરકારી કંપનીઓને તાળા મારવાની તૈયારીમાં સરકાર, અનુરાગ ઠાકુરે આપી જાણકારી 

કેન્દ્ર સરકાર 20 સરકારી કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચવા અને 6 સરકારી કંપનીઓને વેચવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકાર 20 કંપનીઓ અને તેમના યૂનિટ્સમાં હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે, જેની જાણકારી ગૃહમાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. લોકસભામાં લેખિત જવાબમાં તેમણે કહ્યું હતું કે, સરકાર વ્યૂહાત્મક હિસ્સો વેચાણ અને લઘુમતી હિસ્સો ઘટાડા દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટની નીતિ પર કામ કરી રહી છે. નીતિ આયોગે કંપનીઓનાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે કેટલીક શરતો નક્કી કરી છે.

સરકાર 20 સરકારી કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરી રહી છે, જે વિવિધ તબક્કામાં હશે. સરકાર હિસ્સો વેચવા ઉપરાંત 6 સીપીએસઇ બંધ કરવાનો પણ વિચારણા કરી રહી છે. લોકસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલી શરતોને આધારે સરકાર કંપનીઓમાં વિનિવેશની પ્રક્રિયાને આગળ વધારશે. તેમણે કહ્યું કે 2016 થી, વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને 34 કેસોમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 8 કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે કહ્યું કે સરકાર 6 સીપીએસઇને બંધ કરવાની વિચારણા કરી રહી છે.

જે સરકારી કંપનીઓ કે જેને બંધ કરવા/મુકદ્દમાબાજી માટે વિચારણા હેઠળ છે તેમાં હિન્દુસ્તાન ફ્લોરોકાર્બન લિમિટેડ (એચએફએલ), સ્કૂટર્સ ઇન્ડિયા, ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેશર્સ લિમિટેડ, હિન્દુસ્તાન પ્રીફૈબ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. પ્રોજેકટ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ (ઇન્ડિયા) લિમિટેડ, બ્રિજ એન્ડ રૂફ કંપની ઇન્ડિયા લિમિટેડ, સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (સીસીઆઇ)નાં યૂનિટ્સ, સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (બીઈએમએલ), ફેરો સ્ક્રેપ કોર્પોરેશન લિમિટેડ અને એનએમડીસીનાં નાગરનાર સ્ટીલ પ્લાન્ટમાં ડિસઇન્વેસ્ટમેન્ટની કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.