કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અરુણાચલ પ્રદેશમાં આવતીકાલે અલગ અલગ કાર્યક્રમમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ બધાં પ્રોજેક્ટ 9533 કરોડ રૂપિયાનાં છે.
રોઇન્ગમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મીનીસ્ટર નીતિન ગડકરી નદી પરનાં બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટની કિંમત 508.30 કરોડ રૂપિયા છે અને આ બ્રિજ 30.95 કિલોમીટર લાંબો છે.
નેશનલ પ્રોજેક્ટનાં 96 કિલોમીટર રોડનું શિલાન્યાસ કરશે. આ સિવાય 470 કિલોમીટર લાંબા રોડનું ઝીરોમાં શિલાન્યાસ કરશે. આ ઉપરાંત NH 52 B નાં રોડનું ઉદ્ઘાટન કરશે.
નીતિન ગડકરી સાથે સ્ટેટ મીનીસ્ટર પેમા ખાંડુ અને સ્ટેટ યુનિયન મીનીસ્ટર ઓફ હોમ અફેર્સ કિરણ રીજ્જું પણ સાથે હશે.
આ પ્રોજેક્ટ્સથી આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધશે ઉપરાંત આ વિસ્તારનાં લોકોને રોજગારીની તકો પણ પૂરી પાડશે.