સુરત/ મહુવાનાં કરચેલીયા ખાતે પ્રેમી પંખીડાઓએ ઝાડ ઉપર લટકી કરી આત્મહત્યા : આવું હતું કારણ

મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પ્રેમી યુવક ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરાના પ્રેમ પ્રકરણનો કારમો અંજામ આવતા ભારે ચર્ચાઓ જગાવનારો બન્યો છે

Top Stories Gujarat Others
મહુવા

મહુવા તાલુકાના કરચેલિયા ગામે રહેતા અને આશરે ગત એક વર્ષથી એકબીજાના સંપર્કમાં આવી પ્રેમ સબંધ ધરાવતા પ્રેમી પંખીડાઓએ આંબાના ઝાડ ઉપર ફાંસો ખાઈ લટકી જઈ ને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. કરચેલિયા

કરચેલીયા ગામના નવી વસાહત મુકામે રહેતી ૧૬ વર્ષીય સગીરા નામે કિસ્તી તે હિતેશભાઈ પ્રવીણભાઈ પટેલની પુત્રીને ગત એક વર્ષથી પોતાના ગામ કરચેલીયા મુકામે ચેલીયા, નવી વસાહત ફળિયામાં રહેતા સંજય ધીરુભાઈ હળપતિ ઉંમર વર્ષ ૨૦ સાથે સંપર્ક થયો હતો. તેઓ બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં બંધાયા હતા. સંજોગો વસાત ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને પરિવારજનો દ્વારા મહુવા તાલુકાના વિરપુર મુકામે છાત્રાલયમાં મુકતા બંને જણા એકબીજાને મળી શકતા નહોતા. આ દરમિયાન સગીરા કિસ્તી સોમવાર તારીખ ચોથીના દિવસે સાંજે છાત્રાલયમાંથી ગુમ જણાઈ હતી. આ મામલે તેના વાલીઓને જાણ કરાતા પરિવારજનોએ સગીરાની શોધખોળ ચાલુ કરી હતી. તપાસ દરમિયાન મહુવા તાલુકાના ડુંગરી ગામે કેનાલ મેઇન રોડ ઉપર આવેલ રણછોડભાઈ ગોપાલભાઈ પટેલની આંબાવાડીમાં બન્ને પ્રેમી-પંખીડા આંબાના ઝાડ ઉપર ફાંસો ખાઈ લટકી જઈને મરણ થયેલ હાલતમાં મળી આવ્યા હતા.મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પ્રેમી યુવક ધોરણ-૧૦માં અભ્યાસ કરતી સગીરાના પ્રેમ પ્રકરણનો કારમો અંજામ આવતા ભારે ચર્ચાઓ વચ્ચે મહુવા પોલીસે લાશનો કબજો લઇ જરૂરી કાનૂની કાર્યવાહીઓ સાથે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ છનાભાઇ વસાવાને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહુવા

થોડા દીવસ પહેલા કામરેજ ખાતે પણ પ્રેમી યુગલોએ તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે બન્ને પૈકી પ્રેમિકા યુવતીનો ફાયર વિભાગ દ્રારા બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રેમી યુવાનનું મોત નીપજ્યું હતુ. આખર બન્ને ઘટનામાં પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે.

આ પણ વાંચો : આ શહેરોમાં ફરી માસ્ક ફરજિયાત, નહીં પહેર્યા તો 500 રૂપિયાનું ચલણ કપાશે