ભાવ વધારો/ પેટ્રોલ-ડિઝલ બાદ CNGના ભાવમાં પણ વધારો,જાણો નવા ભાવ

ભારતીય બજારમાં વાહનોના ઈંધણના ભાવ આસમાને છે. પેટ્રોલ-ડીઝલથી લઈને સીએનજી સુધીના ભાવ ઝડપથી વધી રહ્યા છે

Top Stories India
3 9 પેટ્રોલ-ડિઝલ બાદ CNGના ભાવમાં પણ વધારો,જાણો નવા ભાવ

ભારતીય બજારમાં વાહનોના ઈંધણના ભાવ આસમાને છે. પેટ્રોલ-ડીઝલથી લઈને સીએનજી સુધીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં પેટ્રોલ-ડિઝલના દરો દિવસેને દિવસે વધી રહ્યા છે, સાથે જ CNG પર પણ મોંઘવારી આક્રમણ કરી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કર્યા બાદ હવે તે વધીને રૂ. 66.61 પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા 5 દિવસમાં CNG 6.60 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો છે. જ્યારે 16 દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વાહનોના ઈંધણના ભાવમાં સતત વધારાથી જનતા પરેશાન છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સતત મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયા બાદ હવે સીએનજીમાં પણ સતત વધારૌો થઇ રહ્યો છે. મોંઘવારી અટકવાનું નામ નથી લઇ રહી ,દેશમાં ચોમેર સરકાર સામે વિરોધ પક્ષ  વિરોધ દર્શાવી રહ્યા છે તે છંતા પણ સરકરાનું પેટનું પાણી પણ હાલતું નથી.સતત ભાવમાં વધારો થઇ રહ્યો છે, સતત વધારાની માર સહન કરી રહી છે.