Not Set/ દેશમાં આજે કોરોનાના નવા 1,086 કેસ,71 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પરતું આજે આશિંક જે પ્રભાવિત ન કરી શકે તેટલો વધારો આજે જોવા મળ્યા છે.

Top Stories India
123 દેશમાં આજે કોરોનાના નવા 1,086 કેસ,71 દર્દીઓના મોત

ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે પરતું આજે આશિંક જે પ્રભાવિત ન કરી શકે તેટલો વધારો આજે જોવા મળ્યા છે. હવે દેશમાં કોરોના મુક્ત થવા જઇ રહ્યો છે, આગામી દિવસોમાં કોરોના મુક્ત ભારત બની જશે, હાલ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,086 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીએ આ સંખ્યા 36.6 ટકા વધી છે. છેલ્લા 24 કલાકમાં 71 લોકોના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 1,85,04,11,569 રસીકરણ કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 15,49,699 રસીકરણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

ઉલ્લેખનીય છે સમગ્ર વિશ્વમાં કોરોનાના સ્થિતિ સામાન્ય બની છે પરતું ચીનમાં કોરોનાના કેસમાં ચિંતાજનક બાબત છે, ચીનમાં ફરીવાર કોરોનાએ ઉથલો માર્યો છે જેના લીધે અહીંની સરકારે અનેક પ્રદેશોમાં લોકડાઉન લગાવી દીધો છે, અહીંયા ફરીવાર કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે.વિશ્વની આરોગ્ય સંસ્થા WH0એ પણ ચીનને હાલત સંભાળવા માટે સલાહ આપી છે.