Not Set/ હવે SC માં “ઓલ ઈઝ વેલ”, બાર કાઉન્સિલે વિવાદને બતાવી ઘરની લડાઈ

આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચાર જજો મીડિયા સામે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અંગે સવાલો ઉભા કર્યાં હતા. ત્યારબાદ સોમવારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયાએ આ વિવાદ પર વિરામ મુકાયો હોવાનો દાવો કર્યો છે. રવિવારે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજો સાથે થયેલી મુલાકાત બાદ સોમવારે […]

Top Stories
હવે SC માં "ઓલ ઈઝ વેલ", બાર કાઉન્સિલે વિવાદને બતાવી ઘરની લડાઈ

આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચાર જજો મીડિયા સામે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અંગે સવાલો ઉભા કર્યાં હતા. ત્યારબાદ સોમવારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયાએ આ વિવાદ પર વિરામ મુકાયો હોવાનો દાવો કર્યો છે.

રવિવારે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટ જજો સાથે થયેલી મુલાકાત બાદ સોમવારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પત્રકાર પરિષદ યોજીને આ વિવાદ ઉકેલવાનો દાવો કર્યો હતો. બાર કાઉન્સીલે આ વિવાદને ઘરની લડાઈ હોવાનું બતાવ્યું હતું. બાર કાઉન્સિલના ચેરમેન મનન મિશ્રાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, જજોએ મળીને અ વિવાદ પર પૂર્ણવિરામ મુક્યું છે. ન્યાયપાલિકાની ગરીમાને બનાવી રાખવી જોઈએ. સાથે તેઓએ વિવાદ પર વિરામ મુકવા માટે ચીફ જસ્ટિસ અને તમામ જજોને આભાર વ્યક્ત કર્યો હતો.

આ પહેલા એટોર્ની જનરલ વેણુગોપાલે કહ્યું હતું કે, જજો વચ્ચે જે વિવાદ હતો તે હવે પૂર્ણ થઇ ચુક્યો છે. આ વિવાદ ઉકેલાઈ ચુક્યો છે અને હવે બધું જ ઠીક છે.