Video/ ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

ગોધરા હાઇવે રોડ ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક્ટિવામાં સવાર બે યુવકોના મોત નિપજ્યાં હતા.

Gujarat Others
ભામૈયા ચોકડી
  • ગોધરા હાઇવે રોડ પર ભામૈયા ચોકડી પાસે અકસ્માત
  • અકસ્માત 2 યુવકના ઘટના સ્થળે મોત
  • ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત
  • એક્ટિવા સવાર 2 યુવાના અકસ્માતમાં મોત
  • પોલીસ જાણ થતા પોલીસ ઘટના સ્થળે
  • યુવકોને PM માટે ગોધરા સિવિલ ખસેડાયા

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. એક પછી એક સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા હાઇવે રોડ પર ભામૈયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને યુવકોના મૃતદેહને પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ પણ વાંચો :બહાર ફરવા ગયેલા પરિવારો સોશ્યલ મિડીયામાં તસ્વીરો શેર કરે નહીં

આ મામલે મળતી માહિતી અનુસાર, ગોધરા હાઇવે રોડ ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક્ટિવામાં સવાર બે યુવકોના મોત નિપજ્યાં હતા. આ અકસ્માત સર્જાતાં લોકોના ટોળેટોળા વળી આવ્યા હતા. જે બાદ આ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કકરી છે.

આ મામલે મૃતક યુવકોના ઘરે જાણ કરવામાં આવતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો :ઉઘલ-બલદાણા ગામના હાઈવે પરના પ્રવેશદ્વાર પાસે ઓવરબ્રીજ બનાવવા માગ

આ પણ વાંચો :  ચુડામાં 12 વર્ષની સગીરા ઉપર 2 હવસખોરોએ દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના નવા બસ સ્ટેન્ડની છેલ્લા સાત વર્ષથી કાચબાની મંદ ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન

આ પણ વાંચો :  પાટડી ના ખારાઘોડા મા આવેલુ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના અથાગ પ્રયાસોથી મળેલા સારા પરિણામ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર રતનપર બાયપાસ પાસેના ગોડાઉનમાંથી બાયો ડીઝલનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો : રૂ.