Gujarat/ હાઇકોર્ટે GNLUમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ ઘટનાની ગંભીર નોંધ લીધી, નોટિસ ફટકારી

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની બે ઘટનાના પડઘા ગુજરાત હાકોર્ટમાં પડ્યાં

Top Stories Ahmedabad Gujarat
Gujarat HC Issues Notice To GNLU Against Rape And Sexual Abuse Of Student હાઇકોર્ટે GNLUમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ ઘટનાની ગંભીર નોંધ લીધી, નોટિસ ફટકારી

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની બે ઘટનાના પડઘા ગુજરાત હાકોર્ટમાં પડ્યાં છે. ગુજરાત હાઇકોર્ટે આ સમગ્ર મામલે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને એક વિદ્યાર્થીને પરેશાન કરવા મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એએસ સુપેહિયા અને એમઆર મેંગડેની બેંચે એક સમાચારપત્રના અહેવાલને ટાંકીને કહ્યું કે, રિપોર્ટ ગંભીર ચિંતાનો મુદ્દો ઉઠાવે છે. કોર્ટે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને શૈક્ષણિક મામલાના પ્રમુખને નોટિસ જારી કર્યો છે. સમાચારપત્રમાં છપાયેલા રિપોર્ટમાં નિષ્ક્રિય આંતરિક ફરિયાદ સમિતિ પર સવાલ ઊભા કરે છે. કોર્ટે પીડિતોની ઓળખ કરી ગુપ્તતા જાળવીને નિવેદન નોંધવા સૂચના આપી છે.

કોર્ટે કહ્યું, વિદ્યાર્થિનીનું નિવેદન ફક્ત યુનિવર્સિટીની મહિલા સભ્ય અને પ્રોફેસર દ્વારા જ નોંધવામાં આવે. જો આરોપ સાચા ઠરે છે તો કાયદાકીય અંતર્ગત જરૂરી પગલા ઉઠાવવામાં આવે. આદેશ અનુસાર સુનાવણીની આગામી તારીખ પર રિપોર્ટ કોર્ટની સામે રાખવામાં આવશે.

આ સાથે જ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું પજવણી કે રેગિંગના મામલાનો સામનો કરવા માટે યુનિવર્સિટી દ્વારા અનુસરવામાં આવેલા ધોરણો અને પ્રમાણભૂત પ્રક્રિયાઓથી અમને પરિચીત કરાવે.

22 સપ્ટેમ્બરના રોજ એક સમાચારપત્રમાં પ્રકાશિત અહેવાલમાં જીએનએલયુના બે વિદ્યાર્થીઓની પજવણીનો મામલો સામે આવ્યો છે. કોર્ટે કહ્યું પીડિત વિદ્યાર્થીની પજવણી એટલા માટે કરવામાં કારણકે તે સમલૈંગિ છે. બીજી ઘટનામાં એક વિદ્યાર્થિની સાથે તેના જ ક્લાસમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી દ્વારા દુષ્કર્મ ગુજાર્યું હતું.

કોર્ટે કહ્યું અમે 22 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત અહેવાલને સ્વતઃ સંજ્ઞાન (સુઓમોટો) પર લઇએ છીએ, કારણ કે આ ગંભીર ચિંતાનો મુદ્દો છે. આ ઘટનાનો વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે.