Not Set/ પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ભારતીય નૌકાદળનાં 7 જવાનોની ધરપકડ

આંધ્રપ્રદેશ પોલીસે શુક્રવારે પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસ રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ સંબંધમાં ભારતીય નેવીના સાત જવાનો અને હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે. દેશના જુદા જુદા ભાગોમાંથી ધરપકડ કરાયેલા આ આઠ શખ્સોને વિજયવાડાની રાષ્ટ્રીય તપાસ એજન્સીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને 3 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી […]

Top Stories India
navi પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ ભારતીય નૌકાદળનાં 7 જવાનોની ધરપકડ

આંધ્રપ્રદેશ પોલીસે શુક્રવારે પાકિસ્તાન સાથે જોડાયેલા જાસૂસ રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આ સંબંધમાં ભારતીય નેવીના સાત જવાનો અને હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે. દેશના જુદા જુદા ભાગોમાંથી ધરપકડ કરાયેલા આ આઠ શખ્સોને વિજયવાડાની રાષ્ટ્રીય તપાસ એજન્સીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને 3 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આંધ્રપ્રદેશ પોલીસે કહ્યું કે, આ રેકેટનો ખુલાસો તેની ગુપ્તચર શાખા અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સંકલન પ્રયત્નોથી થયો હતો. જોકે તેમણે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

આંધ્રપ્રદેશ પોલીસે જાહેર કરેલી અહેવાલમાં જણાવ્યું છે કે તેની ગુપ્તચર શાખાએ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને નેવલ ઇન્ટેલિજન્સ વિભાગ સાથે મળીને ‘ઓપરેશન ડોલ્ફિન નોઝ’ ચલાવ્યું અને આ જાસૂસી રેકેટનો પર્દાફાશ કર્યો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “એફઆઈઆર નોંધવામાં આવી છે.” દેશના જુદા જુદા ભાગોમાંથી નેવીના સાત જવાનો અને હવાલા ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અહેવાલમાં વિગતવાર માહિતી આપ્યા વિના કહેવામાં આવ્યું છે કે તપાસ ચાલુ છે. આંધ્રપ્રદેશ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે આ કેસની વિગતો ઉપલબ્ધ નથી અને અમને ફક્ત આટલી માહિતી આપવામાં આવી છે.

આ સંદર્ભમાં પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ (ઈન્ટેલિજન્સ) મનીષકુમાર સિન્હાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે તેમના વિભાગને આ મામલે કંઇપણ કહેવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે અમે તમામ વિગતો મુખ્ય જનસંપર્ક અધિકારીને આપી છે. તમે તેમની પાસેથી લાભ મેળવો. જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, બે લાઇનની નોટ સિવાય વધુ કશી જ વિગતો આપવામાં આવી નથી. વાત પણ સમજી શકાય તેવી છે, જ્યાં દેશની સુરક્ષા અને સુરક્ષા રક્ષકોનો સવાલ હોય ત્યા માહિતીની ગુપ્તતાનો મતલબ ખુબ ગહન હોય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.