Bull fight/ તમિલનાડુમાં બુલ ફાઈટ દરમિયાન પોલીસકર્મીઓ સહિત 45 ઘાયલ

તમિલનાડુમાં પાક કાપવાનો તહેવાર પોંગલ મનાવવામાં આવે છે. જ્યારે મદુરાઈમાં અવિયાનપુરમમાં સોમવારે સાંઢોને કાબૂમાં લેવાની જલ્લીકટ્ટુ રમત રમવામાં આવે છે.

Top Stories India
બુલ ફાઈટ

તમિલનાડુમાં અવિયાનપુરમમાં જલ્લીકટ્ટુ (બુલ ફાઈટ) દરમિયાન બે પોલીસ કર્મચારીઓ સહિત 45 જણા ઘયલ થઈ ગયા હતા. જેમાં 9 જણા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે તેમને મદુરાઈની રાજાજી સરકારી હોસ્પિચટલ ખસેડાયા હતા.

તમિલનાડુમાં પાક કાપવાનો તહેવાર પોંગલ મનાવવામાં આવે છે. જ્યારે મદુરાઈમાં અવિયાનપુરમમાં સોમવારે સાંઢોને કાબૂમાં લેવાની જલ્લીકટ્ટુ રમત રમવામાં આવે છે. આ રમત દરમિયાન અંદાજે 45 જણા ઘાયલ થઈ ગયા હતા. તે પહેલા તામિલનાડુના પદુક્કોટ્ટઈમાં 29 જણા જખમી થયા હતા.

ઉલ્લેખનીય છે કે જલ્લીકટ્ટુમાં આ આયોજન માટે 1,000 સાંઢ અને 600 જણા (સાંઢને કાબુ કરનારાઓ) નું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. સોમવારે શરૂ થતી આ રમતનુ ત્રણ દિવસ સુધી આયોજન થાય છે. રાજ્યભરમાં લોકોએ સમૃધ્ધિના પ્રતિક સમા ચોખા અને ગોળથી બનેલા મીઠા પકવાન પોંગલ તૈયાર કરીને શુભ તમિલ મહિના થાઈની શરૂઆત કરી હતી.

શૂભ મહિનાના પહેલા દિવસે જ્યારે પોંગલ મનાવવામાં આવે છે. ત્યારે જલ્લીકટ્ટુનું આયોજન કરવામાં આવે છે. અવિયાનપુરમમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા દરમિયાવન આ રમતના આઠ રાઉન્ડ રમાય છે. પ્રત્યેક રાઉન્ડમાં ઓછામાં ઓછા 70 સાંઢને બૈલ સુરંગથી જોડવામાં આવે છે. સાંઢ જમીન પર ગમે તેમ કરીને પોતાનો રસ્તો શોધવાની કોશિષ કરે છે.

જોકે સાંઢને વશમાં કરનારાઓને સાંઢના શિંગડા અને પગ પકડવાની અનુમતિ અપાતી નથી. જો કોઈ સાંઢને 100 મીટર પાર કરવા સુધી અથવા ત્રણ ચક્કર પુરા કરવા સુધી પકડીને રાખી શકે તો સાંઢને વશમાં કરનારાને વિજેતા ઘોષિત કરાય છે. સુરંગમાંથી સાંઢને પકડવા માટે ફક્ત એક જ વ્યક્તિને અનુમતિ અપાય છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….