જામનગર/ ગાયોમાં લંપી રોગનો અજગરી ભરડો, એક સાથે ૪૦ ગાયોની દફનવિધિ

રાજ્યમાં હાલમાં પશુઓમાં લંપી વાયરસનો રોગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જામનગર જિલ્લામાં આ રોગનું પ્રમાણ મોટાપાયે જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લામાં અનેક ગાયો લંપી રોગ વાયરસના અજગરી ભરડામાં આવી ચૂકી છે.

Top Stories Gujarat
sokhada 1 1 ગાયોમાં લંપી રોગનો અજગરી ભરડો, એક સાથે ૪૦ ગાયોની દફનવિધિ
  • ગાયોમાં લંપી રોગનો અજગરી ભરડો
  • એકીસાથે 40 ગાયોના મૃતદેહોને દાટવામાં આવ્યા
  • ઠેબા ચોકડી પાસે તંત્ર દ્વારા મૃત ગાયોને દાટવામાં આવી
  • કોર્પોરેટર રચના નંદાણીયાએ તંત્રની નિષ્ફળતાનો કર્યો સણસણતો આક્ષેપ
  • જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ગાયોમાં જોવા મળી રહ્યો લંપી વાયરસ
  • તંત્ર દ્વારા ગાયોને રસીકરણ કરવા કામગીરી યથાવત

રાજ્યમાં હાલમાં પશુઓમાં લંપી વાયરસનો રોગ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જામનગર જિલ્લામાં આ રોગનું પ્રમાણ મોટાપાયે જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લામાં અનેક ગાયો લંપી રોગ વાયરસના અજગરી ભરડામાં આવી ચૂકી છે. અને અનેક ગાયોના મોત થયા છે . ઠેબા ચોકડી નજીક એકસાથે ૪૦ ગાયનો મૃતદેહ દાટવામાં આવ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌ પ્રેમીઓમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

તો સાથે સરકારની ધીમી કામગીરી ઉપર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. એક સાથે મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં ગૌ ભક્તો અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પશુઓમાં વેકેશન કરવાની માંગ અને ગાયને બચાવવાની માંગણી કરી રહ્યા છે તો સાથે ધરણાં અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યાહતા.

 જામનગર મનપા દ્વારા તાત્કાલિક અસરથી રસ્તે રઝળતી ગાયો માં વેક્સીનેશન કામગીરી ઝડપી કરવામાં આવે  અને વધુ ગાયોને મોતના મોખમાં હોમાતા બચાવવામાં આવે તે માટે તંત્રને જાગૃત કરવાના ભાગરૂપે જામનગરમાં કેટલાક ભક્તોની સાથે મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા ધારણા પણ કરવામાં આવ્યા હતા અને સરકારની ઉદાસીનતા નો વિરોધ પણ કર્યો હતો રચનાબેન નંદાણીયાએ સરકાર ગાયોને બચાવવામાં નિષ્ફળતા ગઈ હોવાના સણસણતા આક્ષેપો કર્યા હતા.

 તંત્ર દ્વારા ગાયોને વાઈરસથી બચાવવા માટે રસીકરણ ની કામગીરી હાલમાં ચાલી રહી છે જે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે હજુ પણ ગલીઓમાં અનેક બીમાર ગાયો હોવાની માહિતી મળી રહી છે.