રક્ષાબંધન/ વડોદરામાંથી દેશબંધુઓ માટે મોકલાઈ રાખડી અને બેન્ડેડ : સાથે લખાયો આવો લાગણીસભર સંદેશ

કોરોનાકાળમાં પણ 12000 જેટલી રાખડી દેશની બોર્ડર પર મોકલવામાં આવી હતી. આ તમામ રાખડીઓ વડોદરાવાસીઓ તથા સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે.

Gujarat Vadodara Trending
રક્ષાના આશિષ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે ભાગલા પડી ગયા અને વર્ષો થઈ ગયા હોય પણ આજે રાખડી એટલે કે રક્ષા મોકલાવાનો વ્યવહાર છે. સરહદો ઉપર રહીને દેશની સુરક્ષા કરતાં જવાનોને દેશભરમાંથી રક્ષાના આશિષ સાથે બહેનો રાખડી મોકલે છે. દર વર્ષે અંદાજીત 50,000 જેટલી રાખડીઓ ભારત પાકિસ્તાન અને ભારત ચીનની બોર્ડર પર દેશના જવાનોની સુરક્ષા માટે મોકલવામાં આવે છે. વડોદરામાંથી આવી રાખડી મોકલવાનું અભિયાન શરૂ કરાયું હતું અને આજે અનેક વ્યક્તિઓએ આ સતકાર્યને ટેકો આપ્યો છે. રક્ષાના આશિષ….

વડોદરામાં શાળાનાં વિદ્યાર્થીઓ સાથે મળીને છેલ્લા આઠ વર્ષથી આર્મીના જવાનોને પોતાના ઘરની અને પોતાની બહેનની યાદ ના આવે તે માટે વડોદરાની એક શાળામાંથી શિક્ષકે આ અભિયાન ઉપાડ્યું હતું અને હાલ પચાસ હજાર કરતા પણ વધારે રાખડીઓ દેશભરના જવાનોને મોકલવામાં આવ્યા છે. કોરોનાકાળમાં પણ 12000 જેટલી રાખડી દેશની બોર્ડર પર મોકલવામાં આવી હતી. આ તમામ રાખડીઓ વડોદરાવાસીઓ તથા સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને બાળકો દેશના જવાનો માટે શુભેચ્છા પાઠવતા કાર્ડ પણ બનાવીને મોકલાવતા હોય છે.

રક્ષાના આશિષ

મહત્વની વાત એ છે કે બાળકો દ્વારા રાખડીની સાથે સાથે બેન્ડેડ પણ મોકલાવવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે કે ‘તમને ઈજા પહોંચે તો આ બેન્ડેડ લગાવી દેજો.” રક્ષાબંધનના ચાર દિવસ પૂર્વે જ આ રાખડીઓ  દેશના જવાનો પાસે પહોંચી જતી હોય છે. ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે ઘરેથી મોકલાવેલ રાખડી જવાનો સુધી પહોંચતી નથી પરંતુ આ તમામ રાખડીઓ એમના સુધી જરૂરથી પહોંચતી હોય છે. આ વર્ષે 14 રાજ્યોમાંથી તથા બહારના દેશોમાંથી પણ રાખડીઓ મોકલાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, જર્મની, જાપાનથી બહેનોએ રાખડી મોકલાવી છે.

આ પણ વાંચો : જામનગરમાં માતમ | તાજીયાનાં ઝુલુસ દરમિયાન લાઈવ વીજવાયરથી સર્જાયો ગંભીર અકસ્માત