Not Set/ SBI સહિત 6 બેંકોની ગ્રાહકોને ભેટ, લોન સસ્તી થવાથી ઘરનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન હવે થશે સાકાર

જો આપ ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આપના માટે ખુશખબર છે. જી હા, ખુશખબર એમ છે કે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક સહિત દેશની અન્ય મોટી બેંકોએ અલગ અલગ રીતે તેના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડો થવાને કારણે હોમ અને કાર લોન પણ સસ્તી થઇ છે. ચાલો જાણીએ કઇ બેંકે વ્યાજદરમાં […]

Trending Business
Home loan SBI સહિત 6 બેંકોની ગ્રાહકોને ભેટ, લોન સસ્તી થવાથી ઘરનું ઘર અને કાર ખરીદવાનું સ્વપ્ન હવે થશે સાકાર

જો આપ ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આપના માટે ખુશખબર છે. જી હા, ખુશખબર એમ છે કે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક સહિત દેશની અન્ય મોટી બેંકોએ અલગ અલગ રીતે તેના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં ઘટાડો થવાને કારણે હોમ અને કાર લોન પણ સસ્તી થઇ છે. ચાલો જાણીએ કઇ બેંકે વ્યાજદરમાં કેટલો ઘટાડો કર્યો છે અને તેનાથી આપને શું ફાયદો થશે?

એસબીઆઇ બેંક

એસબીઆઇએ લોનના વ્યાજદરોમાં 0.05 ટકાનો સામાન્ય ઘટાડો કર્યો છે. એસબીઆઇએ 30 લાખ સુધીની હોમ લોનના વ્યાજદરો પર પણ 0.10 ટકાનો કાપ મૂક્યો છે. તેને કારણે હવે 30 લાખથી ઓછી હોમ લોન પર નવી વ્યાજદર 8.60 થી 8.90 ટકા થશે કે જે અત્યારસુધી 8.70 થી 9 ટકા હતી. એસબીઆઇએ 17 માસ પછી એમસીએલઆરમાં કાપ મૂક્યો છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

ઇન્ડિયન ઓવરસીઝ બેંકે એક વર્ષની લોન પર MCLR ને 8.70 ટકાથી ઘટાડી 8.65 ટકા કરવાની જાહેરાત કરી છે. તેથી બે અને ત્રણ વર્ષની લોન પર વ્યાજદર ક્રમશ: 8.75 ટકા થી 8.85 ટકા થયો છે.

આઇસીઆઇસીઆઇ બેંક

આઇસીઆઇસીઆઇ બેંકે એમસીએલઆર દરોમાં 5 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. ICICI બેંકે એક રાત અને એક મહિનાની અવધિ માટે MCLR ઘટાડીને 8.5 ટકા કર્યો છે. બે મહિનાની અવધિ માટે MCLR 8.55 ટકા, 6 મહિનાની અવધિ માટે 8.7 ટકા અને એક વર્ષની અવધિ માટે MCLR દરોને 8.75 ટકા કરવામાં આવ્યા છે. તેને કારણે હોમ લોન પણ સસ્તી થશે.

કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેંકે MCLR રેટમાં 10 બેઝિઝ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બેંકમાં હવે એક વર્ષની અવધિ માટે MCLR  8.9 ટકા થઇ ચૂક્યો છે. તેની સાથોસાથ બે વર્ષ અને ત્રણ વર્ષની અવધિ માટે MCLR 5 બેઝિઝ પોઇન્ટ ઘટાડીને 9 ટકા કરાયો છે.

HDFC બેંક

એચડીએફસી બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે 1 વર્ષની લોન પર MCLR રેટ 8.75 થી ઘટાડીને 8.65 કર્યો છે. બેંકે છ મહિના, 3 મહિના તેમજ 1 મહિનાના MCLR રેટેન ઘટાડીને અનુક્રમે 8.45 ટકા, 8.35 ટકા તેમજ 8.30 ટકા કર્યો છે.