Not Set/ બોલીવુડની અભિનેત્રીએ આ રીતે જીતી મોતની જંગ, સલમાન ખાને પણ પહોચાડી મદદ  

મુંબઈ વર્ષ 1995માં ફિલ્મ ‘વીરગતિ’ માં સલમાન ખાનની સાથે જોવા મળી એક્ટ્રેસ પૂજા ડડવાલ થોડા દિવસ પહેલા ગંભીર રીતે બીમાર હતી. આ કારણે તેઓએ પોતાના કો-સ્ટાર સલમાન ખાન પાસેથી મદદ માટે વિનંતી કરી હતી. આ અંગેની જાણ સલમાનની સંસ્થા બીઈંગ હ્યુમનને થતા તેઓ તરત જ મદદ માટે આગળ આવ્યા હતા અને અભિનેત્રીને મદદ પહોચાડી હતી. જો કે […]

Trending Entertainment
oop બોલીવુડની અભિનેત્રીએ આ રીતે જીતી મોતની જંગ, સલમાન ખાને પણ પહોચાડી મદદ  

મુંબઈ

વર્ષ 1995માં ફિલ્મ વીરગતિ’ માં સલમાન ખાનની સાથે જોવા મળી એક્ટ્રેસ પૂજા ડડવાલ થોડા દિવસ પહેલા ગંભીર રીતે બીમાર હતી. આ કારણે તેઓએ પોતાના કો-સ્ટાર સલમાન ખાન પાસેથી મદદ માટે વિનંતી કરી હતી.

આ અંગેની જાણ સલમાનની સંસ્થા બીઈંગ હ્યુમનને થતા તેઓ તરત જ મદદ માટે આગળ આવ્યા હતા અને અભિનેત્રીને મદદ પહોચાડી હતી. જો કે હાલમાં એક્ટ્રેસ તેની ગંભીર બીમારીથી સંપૂર્ણ સારી થઇ ચુકી છે અને હાલ ગોવામાં છે.

Pooja Dadwal salman khan veergati के लिए इमेज परिणाम

રિપોર્ટ અનુસારગંભીર બીમારીના કારણે મૃત્યુ નજીક પહોંચી ચૂકેલી પૂજાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલા એક સમય એવો હતો જ્યારે તે જાતે હરીફરી પણ શકતા ન હતા.

Pooja Dadwal salman khan veergati के लिए इमेज परिणाम

પૂજાના સ્વાસ્થ્ય અંગે ડૉક્ટરે કહ્યું, “તેઓની મજબૂત ઇચ્છાશક્તિથી પૂજા સાધ્ય થઈ છે. તેમણે બીમારી દરમિયાન મને કહ્યું કે, હું ફરી ચાલવા માંગું છું. હું ફરીથી જીવન જીવવા માંગું છું.

જ્યાં પૂજાની સંપૂર્ણ સારવાર થઇ છે ત્યાં ડૉક્ટર લલિતે જણાવ્યું હતું કે, “સલમાન ખાનના સંસ્થા બીઈંગ હ્યુમન દ્વારા પૂજા માટે વિટામીન અને પ્રોટીન ઓફર કરાવ્યા હતા.

મહત્વનું છે કે, અભિનેત્રી પૂજાસલમાન ખાનને એક વીડિયો દ્વારા પોતાની સારવાર માટે મદદ માંગી હતી. સલમાને કહ્યું હતું, “હું શક્ય તેટલું તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છુંઅમારી ટીમ પહેલેથી જ તેમની સંભાળમાં વ્યસ્ત છે. મને ખબર નથી કે તેઓ તેમના જીવનના આ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ સાજા થશે”