Not Set/ વલસાડ : બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવતા શિક્ષકોનો વિડીયો વાઈરલ

વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડાની સાર્વજનિક હાઇસ્કૂલમાં એસએસસી પરિક્ષા દરમ્યાન ચોરીની ઘટના બની હતી. જે માટે શિક્ષણાધિકારી બી.એમ.પટેલે કડક તપાસ અને કાર્યવાહીની ખાત્રી આપતાં જણાવ્યું હતું કે આ મામલે શિક્ષણાધિકારી જાતે જ પરિક્ષાકેન્દ્ર પર જઇ મામલાની તપાસ કરશે. કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું . વલસાડ જિલ્લાના કપરાડાની સાર્વજનિક હાઇસ્કૂલનો છે જેમાં […]

Top Stories
ચોરો વલસાડ : બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવતા શિક્ષકોનો વિડીયો વાઈરલ

વલસાડ,

વલસાડ જિલ્લાના કપરાડાની સાર્વજનિક હાઇસ્કૂલમાં એસએસસી પરિક્ષા દરમ્યાન ચોરીની ઘટના બની હતી. જે માટે શિક્ષણાધિકારી બી.એમ.પટેલે કડક તપાસ અને કાર્યવાહીની ખાત્રી આપતાં જણાવ્યું હતું કે આ મામલે શિક્ષણાધિકારી જાતે જ પરિક્ષાકેન્દ્ર પર જઇ મામલાની તપાસ કરશે. કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું .

વલસાડ જિલ્લાના કપરાડાની સાર્વજનિક હાઇસ્કૂલનો છે જેમાં ખુદ શિક્ષકો જ વિદ્યાર્થીઓને ચોરી કરાવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્કૂલના સ્ટાફ સહિત પટાવાળાનો રોલ પણ સામે આવ્યો છે. સ્કુલના પટાવાળા ચોરી કરાવવા માટે સારું એવું રેકેટ બનાવે છે અને બહાર તેમને વિદ્યાર્થીઓને કાપલી પહોંચાડે છે.

ધોરણ 10ની પરીક્ષામાં ચોરી કરાવતો હોવાનો આ વિડીયો વાઈરલ થયો છે. વલસાડ જિલ્લામાં આ વિડીયો ભારે ચકચાર મચાવી રહ્યો છે જેના કારણે શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. હાલ તો આ મામલે તપાસ શરુ થઈ ગઈ છે, વિડીયો વાઈરલ થયા બાદ તેમાં સ્પષ્ટ સામે આવ્યું છે કે શાળામાં કોણ વિદ્યાર્થીઓને ચોરી કરાવડાવીને કાપલી પહોંચાડતા હતા અને લોબી માંથી એક વ્યક્તિ કાપલી પહોંચાડી રહ્યો હતો. આ સિવાય શાળાની શિક્ષિકાઓ પણ પાછળ નથી રહી વિડીયોમાં શિક્ષિકાઓ પણ વિદ્યાર્થીઓને ચોરી કરાવતી નજરે પડે છે. આ મામલે શિક્ષણાધિકારી જાતે જ પરિક્ષાકેન્દ્ર પર જઇ મામલાની તપાસ કરશે. કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું