Gujarat News : ચૂંટણી દરમિયાન જુઠ્ઠા સમાચાર ફેલાવાની સમસ્યા પહેલેથી જ રહી છે. હવે એઆઈ એ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે. ખાસ કરીને ડીપફેક વિડીયો બનાવીને એઆઈ ચૂંટણીમાં ગરબડ કરી શકે છે.
ડીપફેક એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા કોઈની પણ તસ્વીર કે વિડીયોમાં કેટલાક ફેરફાર કરીને તેને કોઈ બીજાની જેમ હુબહુ વાત કરતા કે બોલતા દર્શાવી શકાય છે. તે અસલી જેવું જ લાગે છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં આવી જ ડીપફેક ટેક્નોલોજીનો પડછાયો ફેલાયેલો છે.
ચૂંટમીમાં ડીપફેક ટેક્નોલોજી દ્વારા નેતાઓના વિડીયો બનાવવામાં આવી રહ્યા છે જે હવે આ દુનિયામાં નથી. હાલમાં જ ડીએમકે પાર્ટીના દિવંગત નેતા એમ કરૂણાનિધીના અંદાજને કોપી કરવામાં આવ્યો હતો. વિડીયોમાં કરૂણાનિધીને ટ્રેડમાર્ક કાળા ચશ્મા, સફેદ શર્ટ અને ગળામાં પીળી શાલમાં દર્શાવાયા છે. કરૂણાનિધીને 8 મિનીટના ભાષણ સાથે બતાવાયા છે. તેમની સાથે ટીઆર બાલૂની આત્મકથા લોંન્ચ થવા પર શુભેચ્છા આપવામાં આવી છે. કરૂણાનિધીના વિડીયોનો ઉપયોગ તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલીનના કાબેલ નેતૃત્વના ગુણગાન કરવામાં પણ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરૂણાનિધીનું 2018 ની સાલમાં અવસાન થયું હતું.
ચૂંટણીમાં પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ સતત રેલીઓ અને જનસભાઓ કરી રહી છે. હવે તેમને એક નવુ હથિયાર મલી ગયું છે. જેનું નામ ચે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) એટલેકે કૃત્રિમ બુધ્ધિમત્તા. ફેસબુક, યુ ટ્યુબ, એક્સ જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર રાજકીય પાર્ટીઓ એઆઈની મદદથી બનેલા ફોટો અને વિડીયો શેર કરી રહ્યા છે. તેમનો ઈરાદો પોતાની પાર્ટીના ઉમેદવારોના ગુણગાન ગાવા વિરોધીઓની મજાક ઉડાવવી અને મતદારો સુધી સીધો મેસેજ પહોંચાડવાનો હોઈ શકે છે.
ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ સહિત લગભગ દરેક રાજકીય પાર્ટીઓએ પોતાના અધિક-ત સોસિયલ મિડીયા એકાઉન્ટ પર ઓછામાં ઓછા ચાર વખત એઆઈ ના માધ્યમથી બનેલા ફોટો અને વિડીયો શેર કર્યા છે. આ બદલાયેલા ફોટો અઢવા વિડીયોને ડીપફેક કહેવાય છે.
2014 માં ડીપફેકનો ઉપયોગ કરાયો હતો. 2012માં બીજેપીના નરેન્દ્ર મોદીએ થ્રીડી હોલોગ્રામ ફોટાનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નોલોજીથી એવું લાગી રહ્યું હતું કે મોદી એક સાથે ઘણી જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. બીજેપીના સાસંદ મનોજ તિવારી પહેલા નેતા છે જેમણે ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. ફેબ્રુઆરી 2020 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે મતદારોને હિન્દી, હરિયાણ્વી અને અંગ્રેજીમાં સંબોધિત કર્યા હતા. તેમનું ફક્ત હિન્દી ભાષાનું ભાષણ અસલી હતું. બાકીના બે ડીપફેક વિડીયો હતા. એઆઈનો ઉપયોગ કરીને તેમનો અવાજ અને ભાષા બદલી નાંખવામાં આવી હતી. તેમના ઙોઠ અને હાવભાવની ગતિ પણ બદલી નાંખવામાં આવી હતી. જેથી તે ઓળખવું લગભગ મુશ્કેલ થઈ જાય કે તે અસલી છે નથી.
બીજીતરફ મેટા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે તેમના પ્લેટફોર્મ પર ચૂંટણી સંબંધિત કોઈ પણ ખોટી માહિતી ન મળે. તેના માટે આખી દુનિયામાં મેટાના અંદાજે 40,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. મેટાએ કહ્યું કે સોશિયલ મિડીયા પર ખોટી માહિતી રોકવા માટે યુઝર્સને સાચુ છું છે તે બતાવવું જરૂરી છે. જેના માટે મેટા ફેબ્રુઆરીથી નો વોટ્સ રીયલ નામનું અભિયાન ચલાવી છે. આ અભિયાન લોકોને વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ખોટી માહિતીને ઓળખતા શીખવે છે.
બીજીતરફ ભારતમાં એવો ખાસ કોઈ કાયદો નથી જે ફક્ત એઆઈ અથવા ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરનારા અને તે બનાવનારાને સજા અપાવવાની વાત કરે છે. હાલમાં કોઈ વ્યક્તિ પર ખોટી માહિતી ફેલાવવા બદલ કેસ ચલાવી શકાતો નથી જ્યાં સુધી ભારતનાસંપ્રભુતા, એકતા અને અખંડિતતા માટે ખતરો ન હોય. તેમ છતા ખોટા સમાચાર ફેલાવવા અથવા કોઈને બદનામ કરાવાના આરોપમાં મોજુદ કાયદા આઈસી 1860, નવો કાયદો ભારતીય ન્યાય સંહિતા 2023, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 તથા આઈટી નિયમ 2021 હેઠલ કાર્યવાહી કરી શકાય છે.
આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર
આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી
આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…