King Kohli/ ફક્ત છ રન અને કોહલીનો આઇપીએલમાં વધુ એક રેકોર્ડ

ચેન્નાઈઃ CSK અને RCB ટીમો IPL 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સીઝનની પ્રથમ મેચ શુક્રવારે ચેન્નાઈમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી પાસે આ મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી 12000 T20 રન પૂરા કરી શકે છે. આ માટે તેને માત્ર 6 રનની જરૂર છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો […]

Top Stories Breaking News Sports
Beginners guide to 42 3 ફક્ત છ રન અને કોહલીનો આઇપીએલમાં વધુ એક રેકોર્ડ

ચેન્નાઈઃ CSK અને RCB ટીમો IPL 2024 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સીઝનની પ્રથમ મેચ શુક્રવારે ચેન્નાઈમાં રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી પાસે આ મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી 12000 T20 રન પૂરા કરી શકે છે. આ માટે તેને માત્ર 6 રનની જરૂર છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિકેટર ક્રિસ ગેલ ટોપ પર છે.

વાસ્તવમાં કોહલીએ અત્યાર સુધી રમાયેલી 376 T20 મેચમાં 11994 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી અને 91 અડધી સદી ફટકારી છે. કોહલી પાસે 12 હજાર T20 રન પૂરા કરવાની તક છે. જો તે આવું કરશે તો તે 12 હજાર T20 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. કોહલી IPL 2024ની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં આ સિદ્ધિ મેળવી શકે છે. કોહલી બાદ રોહિત શર્મા ભારતીય ખેલાડીઓની યાદીમાં છે.

સૌથી વધુ T20 રન બનાવનાર ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો ક્રિસ ગેલ ટોપ પર છે. ગેઈલે 463 મેચમાં 14562 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે. બીજા નંબર પર શોએબ મલિક છે. તેણે 542 મેચમાં 13360 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર કિરોન પોલાર્ડ છે. તેણે 660 મેચમાં 12900 રન બનાવ્યા છે. એલેક્સ હેલ્સ ચોથા નંબર પર છે. તેણે 12319 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીનો પણ IPLમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 237 મેચમાં 7263 રન બનાવ્યા છે. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં 7 સદી અને 50 અડધી સદી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 રન રહ્યો છે. કોહલી માટે છેલ્લી સિઝન પણ શાનદાર રહી હતી. તેણે 14 મેચમાં 639 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. હવે કોહલી ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….