Not Set/ બોરસદ પાંજરાપોળમાં 38 ગૌવંશના ખોરાકી ઝેરથી મોત

બોરસદ, બોરસદ પાંજરાપોળમાં 38 ગૌવંશના ખોરાકી ઝેરથી મોત થયા છે.જોકે 200 પશુઓને તબીબો દ્વારા બચાવી લેવાયા છે. મહત્વનું છે કે,  દાનમાં આવેલા લીલા ઘાસચારાને 238 પશુઓને આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 8 જેટલા ગૌવંશ બીમાર પડતા પાંજરાપોળ સંચાલકો દ્વારા પશુ ચિકિસ્તકની ટિમો બોલાવાઇ હતી. બીમાર પશુઓને તબીબો એ સારવાર આપી હતી. તબીબોનું કહેવું છે કે. […]

Top Stories
vlcsnap 2017 12 25 11h06m09s878 બોરસદ પાંજરાપોળમાં 38 ગૌવંશના ખોરાકી ઝેરથી મોત

બોરસદ,

બોરસદ પાંજરાપોળમાં 38 ગૌવંશના ખોરાકી ઝેરથી મોત થયા છે.જોકે 200 પશુઓને તબીબો દ્વારા બચાવી લેવાયા છે. મહત્વનું છે કે,  દાનમાં આવેલા લીલા ઘાસચારાને 238 પશુઓને આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 8 જેટલા ગૌવંશ બીમાર પડતા પાંજરાપોળ સંચાલકો દ્વારા પશુ ચિકિસ્તકની ટિમો બોલાવાઇ હતી. બીમાર પશુઓને તબીબો એ સારવાર આપી હતી.

તબીબોનું કહેવું છે કે. ખોરાકી ઢેરની અસર હોઈ શકે છે. મૃત ગૌવંશોને તબીબી ટિમ દ્વારા પીએમ કરી તેમની લાળ સહીતના નમૂના લઇ મોત પાછળનું કારણ જાણવા અમદાવાદ ખાતે નમૂના પરીક્ષણ માટે આપવામાં આવ્યા હતા. પાંજરાપોળમાં ગૌવંશ ના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો પાંજરાપોળ ખાતે દોડી આવ્યા હતા.  બોરસદ પોલીસને જાણ થતા પાંજરાપોળ પોલીસ પહોંચી હતી અને માહિતી એકત્ર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા