Religious Controversy/ કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

આ બિલમાં 1 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા મંદિરોમાં 10 ટકા કર વસૂલવાનો નિર્ણય કર્યો છે તેવી જોગવાઈ કરવામાં આવી છે. કર્ણાટક સરકારના આ નિર્ણયથી ભાજપે તેનો આકરો વિરોધ કર્યો છે. કર્ણાટક….

Top Stories India
YouTube Thumbnail 2024 02 22T100220.785 કર્ણાટક સરકાર 1 કરોડથી વધુ આવક ધરાવતા મંદિરો પર કર વસૂલશે, ભાજપે કર્યો વિરોધ

Karnataka News: સિદ્ધારમૈયા સરકારમાં બુધવારે કર્ણાટકમાં હિંદુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ અધિગ્રહણ બિલને પાસ કરવામાં આવ્યું છે. આ બિલમાં 1 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા મંદિરોમાં 10 ટકા કર વસૂલવાનો નિર્ણય કર્યો છે તેવી જોગવાઈ કરવામાં આવી છે. કર્ણાટક સરકારના આ નિર્ણયથી ભાજપે તેનો આકરો વિરોધ કર્યો છે. કર્ણાટક ભાજપ અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કહ્યું કે, સિદ્ધારમૈયા સરકારે હિંદુ વિરોધી નીતિઓ બનાવી પોતાનું ખિસ્સું ભરવા માંગે છે.

Karnataka assembly elections: RSS wanted Yediyurappa Jr vs Siddaramaiah battle in Varuna seat? | India News, Times Now

કર્ણાટક વિધાનસભામાં હિંદુ ધાર્મિક સંસ્થા અને ચેરિટેબલ અધિગ્રહણ બિલ પસાર કર્યું હતું. બુધવારે કર્ણાટક વિધાનસભામાં બિલ પસાર થયા બાદ ભાજપે કર્ણાટક સરકારને હિંદુ વિરોધી ગણાવી હતી. આ બિલમાં 1 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા મંદિરોમાં 10 ટકા કર વસૂલવાનો નિર્ણય કર્યો છે. જે મંદિરોની આવક 10 લાખથી 1 કરોડ હોય તેને 5 ટકા કર આપવો પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

ભાજપના નેતા વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કોંગ્રેસ સરકારને ઘેરી

વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કર્ણાટક સરકારનો વિરોધ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે કોંગ્રેસ સરકાર રાજ્યમાં સતત હિંદુ વિરોધી નીતિઓ અપનાવતી રહી છે. કોંગ્રેસે હવે હિંદુ મંદિરોની આવક પર પોતાની નજર બગાડી છે. કોંગ્રેસ પોતાનું ખીસું ભરવા આ બિલ લાવી છે. આ ધનનો ઉપયોગ તે બીજા ઉદ્દેશ માટે કરવા માંગે છે.

વધુમાં ભાજપ અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કર્ણાટક સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ફક્ત હિંદુ મંદિરોને જ નિશાન બનાવાય છે. અન્ય ધર્મોને શા માટે નહીં…

ભાજપ નેતાના આકરા પ્રશ્નોને લઈ કોંગ્રેસ નેતા અને કર્ણાટક સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસ વર્ષોથી મંદિરોની અને હિંદુઓની સતત રક્ષા કરતું આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભાજપ હંમેશા કોંગ્રેસને રાજનીતિનો લાભ લે છે અને દિંદુઓ વિરોધી છે તેવો દાવો કરતી આવી છે. પરંતુ કોંગ્રેસે હંમેશા હિંદુઓની રક્ષા કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો