Not Set/ રાફેલ નડાલ માટેઓ બેરેટિનીને હરાવીને છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા

વિશ્વનાં નંબર 6 ખેલાડી રાફેલ નડાલ શુક્રવારે સાતમાં નંબરનાં ખેલાડી માટેઓ બેરેટિનીને હરાવીને પોતાના છઠ્ઠા ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલમાં પહોંચી ગયા છે, જ્યા નડાલ પોતાના કારકિર્દીનાં 21માં ગ્રાન્ડ સ્લેમ માટે લડશે.

Top Stories Sports
11 2022 01 28T152237.980 રાફેલ નડાલ માટેઓ બેરેટિનીને હરાવીને છઠ્ઠી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા

વિશ્વનાં નંબર 6 ખેલાડી રાફેલ નડાલ શુક્રવારે સાતમાં નંબરનાં ખેલાડી માટેઓ બેરેટિનીને હરાવીને પોતાના છઠ્ઠા ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલમાં પહોંચી ગયા છે, જ્યા નડાલ પોતાના કારકિર્દીનાં 21માં ગ્રાન્ડ સ્લેમ માટે લડશે.

આ પણ વાંચો – U19 World Cup / અફઘાનિસ્તાનની ટીમે કર્યો મોટો ઉલટફેર, શ્રીલંકાની ટીમને 4 રને હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ

સ્પેનનાં આ ખેલાડીએ રોડ લેવર એરીના ખાતે રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં બેરેટિનીને 6-3, 6-2, 3-6, 6-3થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન સંઘર્ષ કરતા જોવા મળેલા નડાલે સેમીફાઈનલ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્રીજા સેટમાં ઈટાલીનાં બેરેટિનીએ નડાલની ભૂલોનો ફાયદો ઉઠાવીને જબરદસ્ત વાપસી કરી હતી. એક કલાક અને 25 મિનિટ સુધી ચાલેલી મેચનાં ચોથા સેટમાં બંને ખેલાડીઓ બરાબરી પર રહ્યા હતા પરંતુ અંતે મેચ નડાલનાં નામે રહી હતી. આ સાથે નડાલે હાર્ડ કોર્ટ પર તેની 500મી જીત પણ નોંધાવી હતી. નડાલ જો રવિવારની  ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલ મેચમાં ટાઇટલ જીતશે તો તે પોતાના સમકક્ષ રોજર ફેડરર અને નોવાક જોકોવિચને પાછળ છોડી 21 ગ્રેંન્ડ સ્લેમ જીતનાર વિશ્વનો પહેલો ખેલીડ બની જશે.

આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસની પરેડ / જમીનથી આકાશ સુધી દેખાય છે ‘શૌર્ય’, રાજપથ પર ફુલ ડ્રેસ રિહર્સલમાં જોવા મળી નવા ભારતની શક્તિ

નડાલ મેલબોર્નમાં ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસ અને ડેનિઅલ મેદવેદેવ વચ્ચેની સેમિફાઇનલ મેચનાં વિજેતા સાથે ટકરાશે. યુએસ ઓપન ચેમ્પિયન મેદવેદેવને ટાઇટલ જીતવા માટે “ફેવરિટ પ્લેયર” તરીકે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રશિયન ખેલાડીને નોવાક જોકોવિચે હરાવ્યો હતો. જોકે, સર્બિયાનો આ ખેલાડી આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનનો ભાગ નથી.