Cricket/ વિરાટ કોહલીએ બેટિંગ કર્યા વિના હાંસલ કરી આ સિદ્ધિ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ (Ind vs Aus) અમદાવાદમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દિવસે 480 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી બીજા દિવસની રમતના…

Trending Sports
Kohli International Cricket

Kohli International Cricket: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ (Ind vs Aus) અમદાવાદમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દિવસે 480 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી બીજા દિવસની રમતના અંતે ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 36 રન બનાવી લીધા હતા. અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે ઘણા રેકોર્ડ બન્યા અને ઘણા તૂટ્યા હતા. આ મેચમાં વિરાટ કોહલીએ બેટિંગ કર્યા વિના એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

વિરાટ કોહલી 300 કેચ પકડનાર બીજો ભારતીય બની ગયો છે. આ મેચ પહેલા વિરાટે 299 કેચ પકડ્યા હતા. વિરાટે અશ્વિનની બોલ પર નાથન લિયોનનો કેચ પકડીને આ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી હતી. વિરાટે ઘણા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. તે માર્ક વો અને ગ્રીમ સ્મિથ જેવા દિગ્ગજ ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે. વિરાટે ટેસ્ટ ફોર્મેટમાં સુનીલ ગાવસ્કરના 108 કેચના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. વિરાટ પહેલા રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 કેચ પકડવાનું કારનામું કર્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 334 કેચ પકડવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. ત્રીજા નંબર પર મોહમ્મદ અઝહરુદ્દીન છે જેણે 261 કેચ પકડ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ મહેલા જયવર્દનેના નામે છે. તેની 18 વર્ષની કારકિર્દીમાં તેણે 440 કેચ પકડ્યા છે. બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેણે 17 વર્ષની કારકિર્દીમાં 364 કેચ પકડ્યા છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મેચમાં 21 રન બનાવ્યા બાદ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તે સાતમો ભારતીય બન્યો છે. રોહિત શર્મા આ મોટી સિદ્ધિ સાથે 17 સદીઓની ક્લબમાં વિરાટ કોહલી, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, એમએસ ધોની અને વિરેન્દ્ર સેહવાગ સાથે જોડાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર (34,357)ના નામે છે.આ યાદીમાં શ્રીલંકાના બેટ્સમેન કુમાર સંગાકારા (28,016) બીજા સ્થાને છે.

આ પણ વાંચો: બિહાર/ EDની પૂછપરછ બાદ તેજસ્વીની પત્ની થઇ ગઈ હતી બેહોશ, નાયબ મુખ્યમંત્રી આજે CBI સમક્ષ નહીં થશે હાજર

આ પણ વાંચો: Ambaji/ મોહનથાળનો પ્રસાદ બંધ થતા વિશ્વ હિન્દુ પરિષદ મેદાને, ક્યાં જઈને અટકશે આ મામલો?

આ પણ વાંચો: OSCAR AWARDS/ ઓસ્કરનો જાણો ઇતિહાસ અને ક્યારે અપાયો હતો સૌપ્રથમ એવોર્ડ