Not Set/ અજીત પવારે પીઠ પાછળ ખંજર માર્યું, શરદ પવારને મળશે ઉદ્ધવ ઠાકરે: સંજય રાઉત

23 નવેમ્બરની સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા યાદ રહેશે. દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત અજીત પાવર અને તેના સ્પોટીવ વિધાયકોની મદદથી મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા. મોટી વાત એ છે કે શિવસેનાને અજીત પવાર અને ભાજપની આ મિત્રતાની જાણ પણ થઇ નહોતી. શપથ બાદ દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે શિવસેનાએ અમારી સાથે જોડાણ કરવાને બદલે બીજે ગઠબંધન કરવાનો […]

Top Stories India
aa 3 અજીત પવારે પીઠ પાછળ ખંજર માર્યું, શરદ પવારને મળશે ઉદ્ધવ ઠાકરે: સંજય રાઉત

23 નવેમ્બરની સવારે મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા યાદ રહેશે. દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત અજીત પાવર અને તેના સ્પોટીવ વિધાયકોની મદદથી મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા. મોટી વાત એ છે કે શિવસેનાને અજીત પવાર અને ભાજપની આ મિત્રતાની જાણ પણ થઇ નહોતી.

શપથ બાદ દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે શિવસેનાએ અમારી સાથે જોડાણ કરવાને બદલે બીજે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો. શિવસેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોને આ વાત શોભા નથી આપતી કે અહીં વધારે દિવસ રાષ્ટ્રપતિ શાસન રહે. અહીં એવી સરકાર પણ ન બનવી જોઈએ જે ખીચડી સરકાર હોય.હું અજીત પવારજીનો આભાર માનુ છું કે તેમણે અમને સાથ આપ્યો.

શિવસેનાના નેતા સંજય રાઉતે ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અજીત પવારે પીઠ પાછળ ખંજર માર્યું, શરદ પવારને મળશે ઉદ્ધવ ઠાકરે: સંજય રાઉત પવારે પીઠ પાછળ ખજર માર્યું છે.તેમણે શરદ પવાર સાથે દગો કર્યો છે.શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે આજે મુલાકાત કરી શકે છે.અમારી શરદ પવાર સાથે વાતચીત ચાલુ છે.

જ્યારે ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધાના એક કલાક પહેલા સીએમ અને એનસીપીના નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ પદ માટે શપથ લીધા હતા, તે સંજય રાઉતની ટ્વિટ દ્વારા બહાર આવ્યું છે. રાઉતે ટ્વીટ કર્યું, ‘જેણે આ દુનિયાને હાંસી ઉડાવી તે ઇતિહાસ રચ્યો ..’

22 નવેમ્બરની સાંજ સુધીમાં, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન બનશે તે નિશ્ચિત હતું. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવશે. કોંગ્રેસ અને એનસીપીના બે નાયબ મુખ્ય પ્રધાન હશે. પરંતુ રાજકારણમાં કંઈપણ થઈ શકે છે, આ કહેવત ફરી એક વાર સાચી સાબિત થાય છે.

23 નવેમ્બરની સવારે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા ત્યારે કોઈને કંઈ સમજાયું નહીં. શપથ લીધા બાદ એનસીપીના અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.