Not Set/ ટેસ્ટમાં હાર બાદ પણ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને ગણાવી છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષની બેસ્ટ ટીમ

લંડન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ૬૦ રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ હાર સાથે જ ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે. જો કે ત્યારબાદ પણ ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી વર્તમાન ટીમને સૌથી બેસ્ટ ટીમ માને છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ” વર્તમાન ભારતીય ટીમ છેલ્લા […]

Trending Sports
727470 ravi shastri reuters ટેસ્ટમાં હાર બાદ પણ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને ગણાવી છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષની બેસ્ટ ટીમ

લંડન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને ૬૦ રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ હાર સાથે જ ભારતે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ૧-૩થી ગુમાવી દીધી છે. જો કે ત્યારબાદ પણ ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી વર્તમાન ટીમને સૌથી બેસ્ટ ટીમ માને છે.

રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ” વર્તમાન ભારતીય ટીમ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષોમાં વિદેશી ધરતી પર સૌથી શાનદાર પ્રદર્શન કરનારી ટીમ છે”.

jeg9lcpg india team ટેસ્ટમાં હાર બાદ પણ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને ગણાવી છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષની બેસ્ટ ટીમ
sports-team india-played-better-overseas-than-last-15-20-years-ravi-shastri

તેઓએ કહ્યું, “અમે જેટલી પણ મહેનત કરી છે, તેનાથી ઈંગ્લેંડ એક પગલું આગળ રહ્યું છે. ઈંગ્લેંડની ટીમને તેનો પૂરો શ્રેય જાય છે. અમારી ટીમનો મુખ્ય ધ્યેય સારું રમવું, પડકારોનો સામનો કરવો અને મેચ જીતવું છે. જો છેલ્લા ત્રણ વર્ષનું પ્રદર્શન જોવામાં આવે તો, ભારતીય ટીમે વિદેશી ધરતી પર નવ મેચ અને ત્રણ સિરીઝ જીતી છે જેમાં એક વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સામેની શ્રેણી શામેલ છે”.

છેલ્લા ૧૫ – ૨૦ વર્ષમાં  છે બેસ્ટ ટીમ

ભારતના હેડ કોચે ટીમની પ્રશંસા કરતા કહ્યું, “છેલ્લા ૧૫-૨૦ વર્ષોમાં કોઈ પણ ભારતીય ટીમે ખુબ ઓછા સમયમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું નથી. આ દરમિયાન ઘણા મહાન ખેલાડીઓ રમતા હતા. અમારી પાસે પ્રતિભા છે અને અમે માનસિક રૂપથી તૈયાર રહેવાની જરૂરત છે”.

727500 virat kohli ravi shastri reuters ટેસ્ટમાં હાર બાદ પણ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને ગણાવી છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષની બેસ્ટ ટીમ
sports-team india-played-better-overseas-than-last-15-20-years-ravi-shastri

રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, “મેચ હાર્યા બાદ દુઃખ જરૂર થાય છે, પરંતુ આ જ સમયે તમે તમારું આત્મવિશ્લેષણ કરતા હોય છે. ત્યારબાદ જ તમે એ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકો છો”.

તેઓએ ટીમની હાર અંગે કહ્યું, “હાલમાં શ્રેણીમાં સ્કોરલાઈન ૧-૩ છે. એટલે કે અમે અમે સિરીઝ હારી ચુક્યા છે, પરંતુ આ બાબત સમજી શકાતી નથી કે ભારતના પક્ષમાં ૩-૧ અથવા તો ૨-૨થી થઇ શકે છે એ ટીમને ખબર હતી. ચોથી ટેસ્ટમાં હાર બાદ ખેલાડીઓને દુઃખ પહોચ્યું છે, પરંતુ અમારી ટીમ અહિયાથી હાર માનશે નહી”.

મહત્વનું છે કે, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ ૧-૩થી હારી ચુકી છે. આ પહેલા પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના થયેલા પરાજય બાદ ત્રીજી મેચમાં વિરાટબ્રિગેડે પલટવાર કર્યો હતો, પરંતુ ત્યારબાદ સાઉથમ્પ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને ૬૦ રનથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.