Bawaal Trailer/ ‘બવાલ’ દુબઈમાં મચાવશે ધૂમ !  ફેન ઈવેન્ટમાં લોન્ચ થશે વરુણ-જાન્હવીની ફિલ્મનું ટ્રેલર 

જાહ્નવી કપૂર અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘બવાલ’નું ટ્રેલર દુબઈમાં લોન્ચ કરવામાં આવશે. તેના ટ્રેલર લોન્ચની તારીખ પણ સામે આવી ગઈ છે. 

Trending Entertainment
Baval Trailer

વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘બવાલ’ વિશે સમાચાર આવ્યા હતા કે તે સીધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ 21 જુલાઈના રોજ પ્રાઇમ વિડિયો પર 200 દેશો અને પ્રદેશોમાં તેના વૈશ્વિક પ્રીમિયર માટે તૈયાર છે. તે જ સમયે, હવે નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરને લઈને મોટી માહિતી સામે આવી છે, જેના કારણે ફેન્સ ખુશ થઇ જશે.

‘બવાલ’નું ટ્રેલર દુબઈમાં લોન્ચ થશે

જો અહેવાલોનું માનીએ તો, ‘બવાલ’ના નિર્માતાઓએ 8 જુલાઈએ દુબઈમાં એક ભવ્ય કાર્યક્રમમાં ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો અનુસાર, ‘મેકર્સ લગભગ 150-200 ચાહકોની અપેક્ષા રાખે છે. એવું માનવામાં આવે છે કે આ એક પ્રાયોગિક કાર્યક્રમ હશે જે ચાહકોને ફિલ્મની અનુભૂતિ કરાવશે. આ ઈવેન્ટમાં વરુણ ધવન, જાહ્નવી કપૂર, નિતેશ તિવારી, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને એમેઝોન પ્રાઇમ વીડિયોના હેડ ઑફ ઓરિજિનલ અપર્ણા પુરોહિત હાજરી આપશે.

દુબઈ પસંદ કરવાનું કારણ

મળતી માહિતી મુજબ, ‘બવાલ’ની સ્ટોરી ને ધ્યાનમાં રાખીને વૈશ્વિક પ્રમોશનલ ઈવેન્ટનું આયોજન કરવાનો વિચાર છે. ‘બવાલ’ એક યુનિવર્સલ સ્ટોરીલાઈન વાળી સ્ટોરી છે, જે ગ્લોબલી આકર્ષણ ધરાવે છે. અહેવાલ મુજબ, ‘મેકર્સે ટ્રેલર લોન્ચ માટે દુબઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કારણ કે તે સંસ્કૃતિનું મિશ્રણ છે અને તેમાં ભારતીય વસ્તી મોટી છે.’ પેરિસ પ્રીમિયર ફિલ્મના ડાયરેક્ટ-ટુ-વેબ રિલીઝની નજીક રાખવામાં આવશે.

‘બવાલ’ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરશે

એવા પણ અહેવાલો છે કે સાજિદ નડિયાદવાલાએ ફિલ્મના ડાયરેક્ટ-ટુ-ડિજિટલ પ્રીમિયર માટે એમેઝોન પ્રાઇમ વિડિયો પાસેથી મોટી રકમ મેળવી છે. સાજિદ નડિયાદવાલાએ પ્રાઇમ વીડિયો સાથે 110 કરોડ રૂપિયામાં આ ડીલ કરી છે. ‘જુડવા 2’ અને ‘કલંક’ પછી વરુણ ધવન અને સાજિદ નડિયાદવાલા ત્રીજી વખત ‘બવાલ’માં સાથે આવી રહ્યા છે. આ ફિલ્મ 21 જુલાઈએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો:Double Earning Film/‘કેરી ઓન જટ્ટા 3’નો બિગ બેંગ, યુકેમાં કાર્તિકની ફિલ્મની ડબલ કમાણી, પંજાબી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી હિટ ફિલ્મ બનશે!

આ પણ વાંચો:PAK Player Suicide/પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ લાકડા કાપવાના મશીન વડે કરી આત્મહત્યા, રમત જગતમાં શોક

આ પણ વાંચો:Lust Stories 2 Twitter Reaction/વિજય અને તમન્નાને નશામાં ધૂત જોઈને ચાહકો પણ પાગલ થઈ ગયા, કાજોલની વાત દિલ સુધી પહોંચી