Not Set/ ભયાનક વાવાઝોડા પછી જાપાનમાં ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન

ટોક્યો  જાપાનના  ભારે વાવાઝોડા પછી ઉત્તરી ટાપુ હોક્કાઈડોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.  આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૬.૭ની હોવાનુ જાણવા મળ્યુ છે. ભૂકંપના જોરદાર  આંચકાના કારણે લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. બીજી બાજુ જાપાનમાં છેલ્લા બે દિવસથી જેબી વાવાઝોડાએ પણ કહેર મચાવ્યો છે. જેના કારણે ૧૦થી વધુ લોકોના મોત થયા.   જાપાનની સરકારી […]

Top Stories World Trending
japan ભયાનક વાવાઝોડા પછી જાપાનમાં ૬.૭ ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન

ટોક્યો 

જાપાનના  ભારે વાવાઝોડા પછી ઉત્તરી ટાપુ હોક્કાઈડોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.  આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૬.૭ની હોવાનુ જાણવા મળ્યુ છે.

ભૂકંપના જોરદાર  આંચકાના કારણે લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. બીજી બાજુ જાપાનમાં છેલ્લા બે દિવસથી જેબી વાવાઝોડાએ પણ કહેર મચાવ્યો છે. જેના કારણે ૧૦થી વધુ લોકોના મોત થયા.

Houses destroyed by a large mudslide on a hillside

 

જાપાનની સરકારી ટેલીવિઝન એનએચકેના રીપોર્ટ પ્રમાણે  ભૂકંપના કારણે ભૂસ્ખલનની ઝપેટમાં આવી જતા ૧૨ લોકોને નાની-મોટી ઈજા થઈ છે જ્યારે હજી ૧૫થી વધુ લોકો ગાયબ  છે. જ્યારે ભૂકંપમાં એક વ્યક્તિનું  મોત થયુ હોવાની જાણકારી સામે આવી છે. 

Houses destroyed by a large mudslide

સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ હોક્કાઈડોમાં ભૂકંપ બાદ થયેલ ભૂસ્ખલનના કારણે કેટલાક ઘર ધરાશાયી થઈ ગયા છે. અમેરીકાના જિયો સાયન્ટીફીક  સર્વેક્ષણના અહેવાલ મુજબ ભૂકંપનુ એપી સેન્ટર હોક્કાઈડોના મુખ્ય શહેર સપ્પોરોથી ૬૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં હતુ.

A damaged road in Sapporo

ભૂકંપ બાદ કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સરકારી ટીવી એનએચકેના જણાવ્યા મુજબઉત્સમી શહેરની નજીક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન બાદ ૧૦ લોકોને હોસ્પીટલમાં ખસેડાયા હતા. હોક્કાઈડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઈ છે.

ભૂકંપથી હોક્કાઈડો અને ન્યુચિટોસ એરપોર્ટને પણ નુકશાન પહોંચ્યુ છે. ભૂકંપ બાદ બન્ને એરપોર્ટની સેવા એક દિવસ માટે સ્થગિત રાખવામાં આવી છે જેને લીધે ઘણી ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.