Not Set/ જામનગરની વિખ્યાત દિગ્જામ વુલન મિલના કામદારોના ધરણાં

જામનગરનું પ્રખ્યાત દિગ્જામ મિલ દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. જેના કારણે કામદારો માનસિક તેમજ આર્થિક રીતે સંકળામણ ભોગવી રહ્યાં છે. કામદારોએ અનેકવાર રજૂઆત કરી છે. 18 માસનો એલાઉન્સ તેમજ બે વર્ષનું પીએફ અને 11 માસના પગાર સાથે બે વર્ષનું બોનસ છે. પરંતુ પોતાની રજૂઆતનો ઉકેલના આવતા હવે તેઓએ હડતાળનું હથિયાર ઉગામ્યુ છે. આર્થિક સંકડામણના કારણે […]

Gujarat Others
hc 1 જામનગરની વિખ્યાત દિગ્જામ વુલન મિલના કામદારોના ધરણાં

જામનગરનું પ્રખ્યાત દિગ્જામ મિલ દોઢ વર્ષથી બંધ હાલતમાં છે. જેના કારણે કામદારો માનસિક તેમજ આર્થિક રીતે સંકળામણ ભોગવી રહ્યાં છે. કામદારોએ અનેકવાર રજૂઆત કરી છે. 18 માસનો એલાઉન્સ તેમજ બે વર્ષનું પીએફ અને 11 માસના પગાર સાથે બે વર્ષનું બોનસ છે. પરંતુ પોતાની રજૂઆતનો ઉકેલના આવતા હવે તેઓએ હડતાળનું હથિયાર ઉગામ્યુ છે. આર્થિક સંકડામણના કારણે થોડા દિવસો પહેલા એક કામદારની પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો.  ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કામદારોની માંગને લઈને આગામી દિવસોમાં કોઈ નિરાકરણ આવશે કે પછી હજારો કામદારો બેરોજગાર થશે.

કામદારોએ રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આખરે લાલ બંગલા સર્કલ ખાતે આજ રોજ ધરણા યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં દિગજામ મિલ ના કામદારો ધરણા પર બેસી, હાથ માં જુદા જુદા બેનરો રાખી, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ૭ કલાક ના આ ધરણા કાર્યક્રમ બાદ તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે જઈ આવેદન પત્ર આપી રજુઆત  કરી હતી. ત્યારે જોવાનું રહ્યું કે આ કામદારો ની માંગ ને લઈને આગામી દિવસોમાં કોઈ નિરાકરણ આવશે કે પછી હજારો કામદારો બેરોજગાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.