Not Set/ વડોદરા/ ઝડપની મજા બની મોતની સજા, વિડીયો થયો વાઈરલ

વડોદરા શહેર નજીક બાજવા-રણોલી નજીક બંધ રેલવે ફાટક ક્રોસ કરી રહેલો બાઈક ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તા.21 જૂનના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનાનો CCTV વીડિયો વાઇરલ થયો છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય  છે કે, બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ […]

Gujarat Vadodara
0747427bc905c69027056b6a8629ef90 વડોદરા/ ઝડપની મજા બની મોતની સજા, વિડીયો થયો વાઈરલ

વડોદરા શહેર નજીક બાજવા-રણોલી નજીક બંધ રેલવે ફાટક ક્રોસ કરી રહેલો બાઈક ચાલક એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયો હતો. તા.21 જૂનના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનાનો CCTV વીડિયો વાઇરલ થયો છે. આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય  છે કે, બાજવા અને રાણોલી વચ્ચેના બ્લોક વિભાગમાં આ ઘટના બની હતી. BRC-GER વિભાગના એલસી ગેટ નંબર 241ના બંધ બૂમના પાટાની બાજુથી એક બાઈક સવાર દાખલ થયો હતો અને પસાર થતી ટ્રેનની અડફેટે મોતને ભેટ્યો હતો. બાઈક ચાલકને બંધ રેલવે ફાટક ઓળંગવો ભારે પડી ગયો હતો. ટ્રેન સ્પીડને કારણે બાઈક સવારે જીવથી હાથ ધોવો પડ્યો હતો. માત્ર બે સેકન્ડની ભૂલના કારણે બાઈક ચાલકને જીવથી હાથ ધોવો પડ્યો હતો.  આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે હવે રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.