Not Set/ અમેરિકાનાં સૈનિકોને સિરિયામાંથી પાછા બોલવવામાં આવી રહ્યાં છે : ડોનાલ્ડ ટ્રમ્પ

યુએસ સરકાર પોતાનાં લશ્કરી દળને સિરિયામાંથી પરત ખેચી રહ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું હતું કે, અમે ઇસ્લામિક સ્ટેટ (IS) ગ્રુપને સિરિયામાં હરાવી દીધું છે. ટ્રમ્પનાં ટ્વીટ બાદ થોડાં જ સમયમાં વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરાયું હતું કે યુએસ સૈનિકો સિરિયાથી પરત આવવા માટે નીકળી રહ્યાં છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે એમનાં […]

Top Stories World
donald અમેરિકાનાં સૈનિકોને સિરિયામાંથી પાછા બોલવવામાં આવી રહ્યાં છે : ડોનાલ્ડ ટ્રમ્પ

યુએસ સરકાર પોતાનાં લશ્કરી દળને સિરિયામાંથી પરત ખેચી રહ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું હતું કે, અમે ઇસ્લામિક સ્ટેટ (IS) ગ્રુપને સિરિયામાં હરાવી દીધું છે.

ટ્રમ્પનાં ટ્વીટ બાદ થોડાં જ સમયમાં વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરાયું હતું કે યુએસ સૈનિકો સિરિયાથી પરત આવવા માટે નીકળી રહ્યાં છે. વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે એમનાં નિવેદનમાં જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં IS મિડલ ઇસ્ટમાં ખુબ જ શક્તિશાળી અને ખતરનાક ફોર્સ હતી અને હવે યુએસ એ એમને એમનાં જ વિસ્તારમાં હરાવી દીધી છે.

સિરિયામાં યુએસ સરકારનાં 2,000 જેટલાં સૈનિકો સિરિયામાં હતા.

ઇઝરાયલનાં પ્રાઈમ મીનીસ્ટર બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટના અંગે કહ્યું કે, અમારો દેશ પોતાની રક્ષા જાતે કરશે.  જોકે ટ્રમ્પ દ્વારા સૈનિકોને પરત બોલાવવાની ઘટનાને લઈને ઇઝરાયલની વિરોધી પાર્ટીએ સરકાર પર વાર કર્યો છે અને આ ઘટનાને વડાપ્રધાનની ડિપ્લોમેટિક નિષ્ફળતા ગણાવી છે.

2011 થી યુએસ સૈનિકો સિરિયન કુર્દીશ અને આરબ ફાઈટર્સ સાથે ઇસ્લામિક સ્ટેટ ટેરર ગ્રુપ સામે લડતાં હતા.